ETV Bharat / state

પાટણના સરસ્વતી તાલુકામાં તીડનું આક્રમણ, ખેતરોમાં ઉભા પાકને નુકસાન - સરસ્વતી તાલુકામાં તીડનું આક્રમણ

પાટણ: જિલ્લાના સરસ્વતી તાલુકાના અજુજા અને મુના ગામે તીડનું આક્રમણ થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જિલ્લા વહિવટી તંત્ર અને ગ્રામજનોએ જાગૃતિ દાખવી રાત ઉજાગરો કરી તીડના ઝુંડને ઉડાવ્યા હતા. તીડએ 2થી 3 ખેતરના પાકને નુકસાન કર્યું હતું.

patan
પાટણ
author img

By

Published : Dec 21, 2019, 9:05 AM IST

છેલ્લા ત્રણ ચાર દિવસથી બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણને લઈ જગતનો તાત ચિંતિત છે. પાટણના સરસ્વતી તાલુકાના મુના અને અજુજા ગામની સીમમાં તીડના ઝુંડ ઉતરી આવ્યાં હતા. તીડ અંગેની જાણ ખેતીવાડી અધિકારીને થતા તેઓ ટીમ સાથે ખેતરમાં પહોંચી ગામ લોકોને માર્ગદર્શન આપ્યું હતું. સવારે ખેડૂતોએ ઢોલ નગારા, થાળી, વેલણ વગાડી તીડના ઝુંડને ભગાડવામાં આવ્યા હતા. તીડના ઝુંડે બેથી ત્રણ ખેતરમાં રહેલા એરંડા, જીરા અને રાજગરાના પાકને નુકસાન પહોચાડ્યું હતું.

પાટણ: સરસ્વતી તાલુકામાં તીડનું આક્રમણ, ખેતરોમાં ઉભા પાકને નુકસાન

ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ખેડૂતો પાસેથી નુકસાન અંગેની માહિતી મેળવી હતી. ખેડૂતોને નુકસાનનું વળતર મળી રહે, તે માટે જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી. ધારાસભ્ય કૃષિપ્રધાન આર.સી.ફળદુને પણ આ મામલે રજૂઆત કરશે.

તીડની સમસ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. તીડને ભગાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અજુજા અને મુના ગામમાં ખેડૂતોએ સમય સૂચકતા વાપરી તીડના ઝુંડને ભગાડ્યુ હતું. જેને લઇ મોટી નુકસાની ટળી છે.

Intro:સ્ટોરી ઍપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

પાટણ જીલ્લા સરસ્વતી તાલુકાના અજુજા અને મૂના ગામે તીડ ના ઝુંડ ઉતરી આવતાં ખેડુતો મા ફફડાટ ફેલાયો હતો.જો કે જીલ્લા વહીવટી તંત્ર અને ગ્રામજનો એ જાગૃતિ દાખવી રાતજગો કરિ તીડ ના ઝુંડ ને ઉડાવ્યા હતા. તીડ ના ઝુન્ડે બે થી ત્રણ ખેતરો મા પાકને નુકશાન કર્યું હતુ.Body: છેલ્લા ત્રણ ચાર દિવસથી થી બનાસ કાંઠા જિલ્લા મા તીડ ના આક્રમણ ને લઈ ખેડૂત આલમ ચિંતિત છે ત્યારે પાટણ ના સરસ્વતી તાલુકા ના મુના અને અજુજા ગામ ની સીમ મા તીડ ના ઝુંડ ઉતરી આવ્યાં હતા.તીડ ના ઝુંડ અંગે ની જાણ ખેતીવાડી અધિકારી ને થતા તેઓ ટિમ સાથે સ્થળ પર પહોચી ગયા હતા. ગામ લોકો ને માર્ગદર્શન આપ્યુ હતુ. સવારે ખેડુતો એ ઢોલ નગારા થાળી વેલણ વગાડી તીડ ના ઝુંડ ને ભગાડવામા આવ્યા હતા. તીડ ના ઝુન્ડે બે થી ત્રણ ખેતર મા રહેલ એરંડા જીરા અને રાજગરા ના પાક ને નુકસાન કર્યું હતુ.

બાઈટ 1 ડી.કે પારેખ જીલ્લા વિકાસ અધિકારી પાટણ

ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ખેડુતો પાસેથી નુકશાન અંગે ની માહીતી મેળવી હતી.ને ખેડુતો ને નુકશાન નુ વળતર મળી રહે તે માટે જીલ્લા વહીવટી તંત્ર ને સૂચનાઓ આપી હતી તેમજ કૃષિ મંત્રી આર સી ફળદુ ને પણ આ મામલે રજુઆત કરશે

બાઈટ 2 ચંદનજી ઠાકોર ધારાસભ્ય સિદ્ધપુરConclusion:તીડ ની સમસ્યા ને લઇ જીલ્લા વહીવટી તંત્ર હરકત મા આવ્યુ છે ને તીડ ને ભગાડવા માટે અલગ અલગ ટિમો બનાવી ખેડુતો ને માર્ગદર્શન આપવામા આવ્યુ છે.અજુજા અને મુના ગામમાં ખેડુતો એ સમય સૂચકતા વાપરી તીડ ના ઝુંડ ને ભગાડ્યૂ હતુ.જેને લઇ મોટી નુકશાની ટળી છે.

વન ટુ વન ભાવેશ ભૉજક
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.