ETV Bharat / state

Sports complex in Patan : જૂઓ વિદ્યાર્થીઓ માટે રમતગમતની કેવી સગવડ થઇ - એચએનજીયુમાં રમતગમતની તાલીમ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં (New sports complex of patan university) 8.50 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ ધરાવતાં સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની 500થી વધુ કોલેજોના વિદ્યાર્થીઓને (Sports complex in patan) રમતગમત ક્ષેત્રે આગળ વધવા (Sports training in hngu) માટે આ સંકુલ ઉપયોગી બનશે.

Sports complex in patan : જૂઓ વિદ્યાર્થીઓ માટે રમતગમતની થઇ કેવી સગવડ

author img

By

Published : May 19, 2022, 3:12 PM IST

પાટણ- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની (Sports complex in patan) યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. યુનિવર્સિટી સંકુલ ખાતે જ રૂપિયા 8.50 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે અધ્યતન સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ (New sports complex of patan university)કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. અહીં પાંચ જિલ્લાની કોલેજોના વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે આ (Sports training in hngu) સંકુલ ઉપયોગી બનશે.

8.50 કરોડના ખર્ચે ઊભી થઇ સુવિધા

આ પણ વાંચોઃ HNGU Bioplastic Project : બાયોપ્લાસ્ટિક પ્રોજેક્ટ હેઠળ પાટણમાં થશે બહુ મોટું કામ

સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનો હેતુ- દેશ અને સમગ્ર રાજ્યમાં વર્તમાન સમયમાં ખેલકૂદ નું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે અને યુવાનો વિવિધ રમતો તરફ પ્રેરાય છે ત્યારે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને રમતગમતની ઉત્તમ સુવિધા તાલીમ સાથે મળી રહે અને વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ શકે એ માટે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાતમાં પ્રથમ સ્પોર્ટ્સ સંકુલ રૂપિયા 8.50 કરોડના ખર્ચે (Sports complex in patan) તૈયાર કરવામાં આવ્યું છે.

2018માં શરુ થયું હતું નિર્માણ કાર્ય -રુષાની ગ્રાન્ટમાંથી 5200 ચો. મી.ની જગ્યામાં અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું કાર્ય વર્ષ 2018 માં શરૂ કરવામાં આવ્યું હતું. જેનું કામ 2022માં પૂર્ણ કરવામાં આવ્યુ છે. આ સ્પોર્ટ્સ સંકુલમાં 50 બાય 30 મીટરના મલ્ટીપર્પઝ હોલમાં વોલીબોલ, બાસ્કેટબોલ, લોન ટેનીસ, ખોખોની રમતો રમી શકાશે. તો 20 બાય 20ના બીજા હોલમાં બેડમિન્ટન માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યારે 15 બાય 13 મીટરના હોલમાં ટેબલ ટેનિસ, જુડોની રમતો રમી શકાશે. આ સંકુલમાં (Sports complex in patan) એકીસાથે 1000 પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત બિલિયર્ડ અને જીમ માટેની અલગ સુવિધા કરવામાં આવી છે સ્પોર્ટ્સ સંકુલની બહારની સાઈડ એ vip અને કોમન પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Patan University Corruption Investigation : કેમ્પસમાં કરોડોના ખર્ચે બનેલા 4 બાંધકામમાં ભ્રષ્ટાચારની તપાસ પૂર્ણ

નવા ત્રણ કોચની ભરતી કરાશે- નવા શૈક્ષણિક સત્રમાં આ સંકુલ વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો ચિરાગ પટેલે જણાવ્યું હતું કે રૂ. 8.50 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથેનું નવીન સ્પોર્ટ્સ સંકુલ (Sports complex in patan) તૈયાર કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ સંકુલમાં જરૂરી સાધનો લાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હવે સાધનોની ખરીદી કરવામાં આવશે.વિદ્યાર્થીઓને વિવિધ રમતોની પદ્ધતિસરની તાલીમ મળી રહે તે માટે યુનિવર્સિટી દ્વારા નવા ત્રણ કોચની ભરતી કરવામાં આવશે. નવા શૈક્ષણિક સત્રમાં આ સંકુલ વિદ્યાર્થીઓ અને પાટણના નગરજનો માટે ખુલ્લું મુકાશેે.

કયા કયા જિલ્લાના વિદ્યાર્થીઓને મળશે લાભ- પાટણ યુનિવર્સિટીમાં ઉત્તર ગુજરાતનું સૌથી મોટું રમતગમત સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, અને સાબરકાંઠા જિલ્લાની 500થી વધુ કોલેજોના વિદ્યાર્થીઓને ઇન્ટર કોલેજ અને ઈન્ટર યુનિવર્સિટીની રમતગમત સ્પર્ધાઓની તૈયારી માટે આ સંકુલ (Sports complex in patan) ઉપયોગી બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.