- બિંદુ સરોવરમાં શ્રદ્ધાળુઓએ કર્યું પિંડદાન
- ભારત ભરમાં 'ગયા' માટે ત્રણ સ્થળો આવેલા
- પ્રથમ પાદ ગયા બીજી નાભિ ગયા અને ત્રીજી શિર ગયા
પાટણ: શ્રી સ્થળ તરીકે ઓળખાતા સિદ્ધપુરના બિંદુ સરોવરમાં હજારો વર્ષ પૂર્વે ભગવાન નારાયણે માતા દેવુહુતિને સાંખ્યજ્ઞાન આપી માતાનો ઉદ્ધાર કર્યો હતો અને ત્યારબાદ ભગવાન પરશુરામે પણ અહીં માતાનું પિંડદાન કરી માતૃઋણમાંથી મુક્ત બન્યા હતા, ત્યારથી આ સ્થળ માતૃગયા તીર્થ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે. ભાદરવા વદમાં આવતી નોમને ડોશીનો તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે ઘરમાં મૃત્યુ પામેલા દિકરિ, માતા, નાની કે, દાદીનું અહીં તર્પણ કરવાનું અનેરૂ મહત્વ છે.
ભારત ભરમાં શ્રાદ્ધ માટે ત્રણ ગયા આવેલી
બિંદુ સરોવરના મુખ્ય મંદિરના પૂજારી કપિલ વ્યાસે જણાવ્યું હતું કે, ભારત ભરમાં શ્રાદ્ધ માટે ત્રણ ગયા આવેલી છે. જેમાં પ્રથમ પદ ગયા એટલે કમરથી નીચેના ભાગે તેને પદ ગયા કહેવાય છે જે પુરુષની ગયા છે. પુરુષની ગયા માટે કાશીના ગયાજી જવું પડે છે. જ્યારે નાભિ ગયા એટલે કમરથી ખભા સુધીના ભાગને નાભિ ગયા કહેવામાં આવે છે. જે માતૃગયા કહેવાય છે સમગ્ર ભારતમાં માતૃશ્રાદ્ધ સિદ્ધપુરના બિંદુ સરોવરમાં થાય છે. તો ખભાથી માથા સુધીનો ભાગ જેને શિર ગયા કહેવાય છે એટલે કે, સમસ્ત પિતૃઓ અને માતૃઓની ગયા કરવા માટે બદ્રીનારાયણ જવું પડે છે. ડોસી નોમના દિવસે મૃતકના નામની અંજલી પણ આ પવિત્ર સ્થળે આપવામાં આવે તો તે આત્માઓને મોક્ષ મળે છે.
આ પણ વાંચો: ડોશી નોમનું વિશેષ મહત્વ
- પિંડદાન કરવાથી અચૂક આત્મા તૃપ્ત થાય છે
- માતા પ્રત્યેની જે શ્રદ્ધા હતી તે અહીં આવ્યા પછી વધી છે: નૈલેશ નાતાલી
- બિંદુ સરોવરમાં આવ્યા પછી ઘણું બધું જાણવા મળ્યું: હેતવ પરીખ
મંત્રોચ્ચાર સાથે શાત્રોક્ત વિધિથી સામુહિક માતૃતર્પણ વિધિ કરાવવામાં આવે છે
2 બિંદુ સરોવર એ હિન્દુ ધર્મના પવિત્ર તીર્થોમાંનું એક છે. શ્રાદ્ધએ વૈદોક્તિ વિધિ છે. પિંડદાન કરવાથી અતૃપ્ત આત્મા તૃપ્ત થાય છે અને મોક્ષ પામે છે. આ બિંદુ સરોવરમાં કાર્તિક, ચૈત્ર,અને ભાદ્રમાસમાં માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે, ત્યારે આજે ભાદરવા વદ નોમ( ડોશીઓ ની નોમ) ના દિવસે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ માતૃ તર્પણ કરી પિંડદાન કર્યું હતું. પવિત્ર બિંદુ સરોવર ખાતે તીર્થ ગોર દ્વાર મંત્રોચ્ચાર સાથે શાત્રોક્ત વિધિથી સામુહિક માતૃતર્પણ વિધિ કરાવવામાં આવી હતી.
તર્પણ વિધિ કરવા આવેલા વ્યક્તિએ જણાવ્યું
સુરતથી માતાની તર્પણ વિધિ કરવા આવેલા નિલેશના તાલે જણાવ્યું હતું કે, અહીના બ્રાહ્મણો દ્વારા ધાર્મિક વિધિથી તર્પણ વિધિ કરાવવામાં આવે છે. માતા માટેની જે શ્રદ્ધા અમારા હૃદયમાં હતી. તે અહીં આવ્યા પછી વધી છે. અહીંના વિદ્વાન બ્રાહ્મણો એ કેટલીક વાતો એવી પણ કહી કે જે અમે જાણતા ન હતા. તો અમદાવાદથી દાદીનું શ્રાદ્ધ કરવા આવેલા હેતલ પરીખ નામના કિશોરે જણાવ્યું હતું કે, અહીં આવ્યા પછી ઘણું બધું જાણવા મળ્યું છે. પિતૃઓ માટે કેવી રીતે પૂજા કરવી કેવી રીતે શ્રાદ્ધ કરવું તેમજ હાથની પાંચ આંગળીઓમાં પાંચ તીર્થ છે. તેની પણ જાણકારી મળી છે માટે આ સ્થળ અતિ પવિત્ર છે.
ભાદરવા મહિનામાં શ્રાદ્ધપક્ષમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું બિંદુ સરોવર ખાતે આવે છે
ભાદરવા મહિનામાં શ્રાદ્ધપક્ષમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું બિંદુ સરોવર ખાતે આવે છે અને અહીં સરસ્વતી નદી તટ પર પિંડદાન કરાવી બિંદુ સરોવરમાં ડૂબકી લગાવી ઋષિ કર્દમ, માતા દેવહુંતી અને ભગવાન ગયા ગજાધરના દર્શન કરી ધન્યતા અનુભવે છે.