પાટણ: રાધનપુરમાં (Smugglers steal from two houses in Radhanpur) છેલ્લા ત્રણ દિવસથી હાડ થીજાવતી ઠંડી પડી રહી છે, સમી સાંજે નગરના રાજમાર્ગો સુમસામ બની જાય છે. આ તકનો લાભ ઉઠાવી તસ્કરો પણ સક્રિય બન્યા છે. સોમવારે મઘ્યરાત્રિએ તસ્કરોએ શાંતિકુંજ સોસાયટીને નિશાન બનાવી હમીર રાણાભાઈ ચૌધરી અને ધરમશી પોપટભાઈ નાયીના બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરનો સરસામાન વેરવિખેર કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી બંને મકાનોમાંથી કુલ રૂપિયા 93 હજારની માલમત્તા ઉઠાવી પલાયન થઈ ગયા હતા.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઠંડીના તીવ્ર ચમકારા વચ્ચે એક સાથે બે મકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની વાત સવારે નગરમાં વહેતી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ચોરી અંગેની જાણ રાધનપુર પોલીસને કરાતા PI રબારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચ બુકાનીધારી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું આવ્યું સામે
ચોરીની આ ઘટના (Smugglers in Patan) અંગે પ્રાથમિક માહિતી આપતા રાધનપુર (Theft in Radhanpur) PI રબારીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ડોગ સ્કવોડ અને FSLની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરાઇ છે. તો CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતા રાત્રિના અંધારામાં પાંચ બુકાનીધારી તસ્કરોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે, જેથી તેઓની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં લૂંટારૂઓ બન્યા બેફામ, આંગડિયા પેઢીના કર્મચારી પર થયું ફાયરિંગ
આ પણ વાંચો: Tea Lover CM : મુખ્યપ્રધાનનો અલગ અંદાજ, કૉમન મેનની જેમ હાઈવે પર માણી ચાની ચૂસ્કી