પાટણ- પાટણ વનવિભાગ દ્વારા (Patan Forest Department) જિલ્લાના જંગલ વિસ્તાર અને ગામતળના વિસ્તારને હરિયાળું બનાવવા માટે એક નવા અભિગમ શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગાયના ગોબરમાંથી સીડ બોલ બનાવી તેની અંદર બીજ મૂકી 1 લાખ સીડ બોલ (Seed Ball Plantation)તૈયાર કરવાનો લક્ષ્યાંક નકકી કરાયો છે. જેને લઇ વિવિધ નર્સરીઓમાં હાલ આ સિડ બોલ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ચોમાસાની ઋતુમાં આ સિડ બોલ વિવિધ વિસ્તારોમાં નાખી જંગલ અને ગામ તળ વિસ્તારને હરિયાળા બનાવવાનો (Plantation in Patan)પ્રયાસ કરાશે.
આ પણ વાંચોઃ હરિયાળી ક્રાંતિ લાવવા બનાસ ડેરીએ શરૂ કર્યું નવું અભિયાન, શક્તિપીઠ અંબાજીથી કર્યા શ્રીગણેશ
સૌએ જાગૃત બનવાની જરૂર -પાટણમાં વિકાસની દોટમાં જંગલો, વનો, નદી, નાળાં, સરોવરો સહિત કુદરતી સ્ત્રોત સામે ખતરો ઉભો થઇ રહ્યો છે. જંગલો અને વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું હોઈ પર્યાવરણની સમતુલા જોખમાઈ રહી છે. વિકાસ માટે થઇને લીલાછમ ઘટાદાર વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે. જેથી ઋતુચક્રમાં અણધાર્યા બદલાવ અનુભવવા મળી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગના ખતરા સામે સાવધ અને સલામત રહેવા પર્યાવરણ (Patan Forest Department) જાળવવા નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે ત્યારે વધુને વધુ વૃક્ષો વાવી (Plantation in Patan) ધરતીને હરિયાળી બનાવવા સૌએ જાગૃત બનવાની જરૂર છે.
આ પણ વાંચોઃ વૃક્ષોની સંખ્યા વધારવા અનોખો 'સીડ બોલ થ્રોઇંગ' પ્રયોગ
દિવસના 1000 થી 1250 જેટલા સીડ બોલ બનાવવામાં આવે છે -પાટણ જિલ્લાને હરિયાળું બનાવી વધુ વૃક્ષો વાવી વધુ વરસાદ લાવવાના સૂત્ર સાથે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા આહવાનને લઈને પાટણ વનવિભાગ (Patan Forest Department) દ્વારા એક નવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પાટણ જિલ્લા સમાજિક વનીકરણની ઓફિસ,વાદીપુરા નર્સરી, હારીજ નર્સરીમાં(Nurseries of Patan) 1 લાખ સિડ બોલ બનાવવાનો ટાર્ગેટ કરાયો છે. ગાયના ગોબરમાં માટીને મિક્સ કરી તેની અંદર લીંબોડી અને દેશી બાવળના બીજ નાખી સિડ બોલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એક લાખના લક્ષ્યાંક સામે હાલમાં 10,000થી વધુ સીડ બોલ (Seed Ball Plantation)તૈયાર થઇ પણ ગયાં છે. 5 માણસો દ્વારા દિવસના 1000 થી 1250 જેટલા સીડ બોલ બનાવવામાં આવે છે. આગામી સમયમાં સીડબોલ તૈયાર થઈ જાય એટલે પાટણ જિલ્લાના જગલ વિસ્તાર અને ગામતળની પડતર જમીનમાં આ સીડ બોલ નાખી વધુ વૃક્ષારોપણ થાય તેવા (Plantation in Patan) પ્રયત્નો કરાઈ રહ્યા છે.