ETV Bharat / state

પાટણમાં શાકભાજીના ભાવ ઉચકાયા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું - પાટણમાં શાકભાજીના ભાવમાં વધારો

રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદની સીધી અસર શાકભાજીના ભાવો પર પડી છે. જેને લઇ પાટણમાં શાકભાજીના ભાવ ઉચકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ગૃહિણીઓ અગાઉ કરતાં હાલમાં શાકભાજીની ખરીદીમાં કરકસર કરવા મજબૂર બની છે.

Rising
પાટણમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો
author img

By

Published : Sep 2, 2020, 7:38 PM IST

પાટણ: રાજ્યમાં ઓગસ્ટમાં છેલ્લા પખવાડિયામાં ઠેર ઠેર ધોધમાર વરસાદ પડતા જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું હતું. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ખેતરોમાં પાણી ભરાતા જગતના તાતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે શાકભાજીનું વાવેતર પણ બગડ્યું છે. બીજી તરફ વાહન વ્યવહાર પર પડેલી અસરના કારણે ગોડાઉનમાં રહેલા શાકભાજી પરિવહન નહીં થતાં શાકભાજી બગડી ગયા હતા.

રાજ્યની મોટી શાકભાજીની માર્કેટમાં પાણી ફરી વળતા કેટલાક દિવસો માટે શાકમાર્કેટને બંધ રાખવાની ફરજ પડી હતી. આ પરિસ્થિતિમાં શાકભાજીના હજારો ટન જથ્થો બગડી જતા હાલમાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.

Rising
પાટણમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

આ બાબતે શાકભાજીના વેપારીઓએ જણાવ્યું હતું કે, જે તાલુકાઓમાં ઓછો વરસાદ થયો છે. તે તાલુકાઓમાંથી વેપારીઓ દ્વારા શાકભાજી લાવવામાં આવે છે. વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સરકાર દ્વારા ખેડૂતોને થયેલા નુકસાન તાત્કાલિક ભરપાઈ કરવામાં આવ તેવી માગ કરવામાં આવી છે.

  • પાટણમાં શાકભાજીના ભાવમાં વધારો
  • ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
  • ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઇ કરવાની માગ

પાટણમાં દસ દિવસ અગાઉ ગવાર 60 રૂપિયે કિલો હતો. જે હાલમાં 100નો કિલો વેચાઇ રહ્યો છે. તેવી જ રીતે બટાકા અગાઉ 20ના કિલો હતા, જે હાલમાં 30 રૂપિયે કિલો, ડુંગળી 20ના બદલે 30 રૂપિયે કિલો, ભીંડા 40ના બદલે 60 રૂપિયે કિલોાં, ટામેટા 40ના બદલે 60 રૂપિયે કિલો, તૂરીયા 30ના બદલે 60 રૂપિયાના ભાવે બજારમાં વેચાઇ રહ્યા છે. દરેક શાકભાજી મોંઘું થયું છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

પાટણમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

પાટણમાં શાકભાજીના ભાવમાં વધારાની સીધી અસર જોવા મળી રહી છે. જેના કારણે દરેક પરિવારોના બજેટ ખોરવાયા છે. બજારોમાં અગાઉના શાકભાજીના ભાવો કરતાં ત્રણ ગણો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવોમાં ત્રણ ગણો ભાવ વધારો થતા ગૃહિણીઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. હાલમાં તેઓ શાકભાજીની ખરીદીમાં કરકસર કરવા મજબૂર બની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.