પાટણઃ સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોને ખેતરોમાં પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવતી Problem of power supply for agriculture નથી. જેને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. વીજપુરવઠાની માગણી સાથે ખેડૂતો અને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા મત વિસ્તારના ધારાસભ્ય રઘુ દેસાઈએ (Patan MLA Raghu Desai Demand ) પોતાના મત વિસ્તારમાં વીજ સમસ્યાને લઈને પ્રવાસ શરૂ કર્યો છે.
આઠ કલાક વીજળી જોઇએ- રઘુ દેસાઈએ વિવિધ ગામોની મુલાકાત લઇ ખેડૂતો સાથે બેઠકો કરી વીજપુરવઠા મુદ્દે ચર્ચાઓ શરુ કરી છે. ધારાસભ્ય રઘુ દેસાઈ આજે ધરવડી ખાતે ખેડૂતોને મળ્યાં હતાં અને સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે સૂત્રોચ્ચારો કરી દેખાવો કરી વિરોધ (Patan MLA Raghu Desai Demand )પ્રદર્શિત કર્યો હતો.
આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: વીજળી મુદ્દે કિસાન સંઘ સાથે સરકારની કમિટી બેઠક કરશે
ઉદ્યોગગૃહોને વીજળી આપે છે સરકાર -રઘુ દેસાઈએ જણાવ્યું હતું કે ખેડૂતોના ભાગની વીજળી સરકાર દ્વારા ઉદ્યોગોને આપવામાં આવી રહી છે. ખેડૂતોને ખેતરોમાં આઠ કલાક વીજળી આપવાની સરકારની વાતો પોકળ સાબિત થઈ છે. ખેડૂતોના હિત માટે આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવશે અને જરૂર પડશે તો કોંગ્રેસ પક્ષ ( Congress protest over electricity issue ) દ્વારા આંદોલન (Patan MLA Raghu Desai Demand )પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: જો ખેડૂતોને સતત 8 કલાક વીજળી નહીં મળે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે