ETV Bharat / state

પાટણમાં 1000ના દંડથી બચવા લોકો માસ્ક પહેરવા જાગૃત બન્યા

કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકારે જાહેરમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી રૂપિયા 1000નો દંડ વસુલ કરવાના આદેશ જારી કર્યા છે. જેને પગલે પાટણમાં લોકો દંડથી બચવા ફરજિયાત માસ્ક પહેરતા જોવા મળ્યા હતા.

people became aware of wearing masks
દંડથી બચવા લોકો માસ્ક પહેરવા જાગૃત બન્યા
author img

By

Published : Aug 11, 2020, 7:40 PM IST

પાટણઃ રાજ્યમાં કોરોના વાયરસ દિવસે દિવસે ઘાતક બની રહ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે હાઈકોર્ટની ગાઇડલાઇન મુજબ રાજ્યમાં 11 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી દંડની રકમ વધારીને 1000 વસૂલવાના આદેશ જારી કર્યા છે. જેને પગલે પાટણમાં મંગળવારે લોકોમાં મસ્ક પહેરવા અંગેની જાગૃતિ જોવા મળી હતી. શહેરના મુખ્ય બજારોમાં રાહદારીઓ, વાહનચાલકો તેમજ લારી ગલ્લાના વેપારીઓ પણ દંડથી બચવા ફરજિયાત માસ્ક પહેરી ફરતા જોવા મળ્યા હતા.

પાટણમાં 1000ના દંડથી બચવા લોકો માસ્ક પહેરવા જાગૃત બન્યા
રાજ્ય સરકારે માસ્ક માટે સૌપ્રથમ રૂપિયા 200નો દંડ ત્યારબાદ રૂપિયા 500નો દંડ કર્યો હતો. તેમ છતાં કેટલાક લોકો જાહેરમાં માસ્ક વગર બિન્દાસપણે ફરી રહ્યા હતા, ત્યારે આવા લોકોને કાયદાના પાઠ ભણાવવા સરકારે હવે માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી 1000નો દંડ વસૂલવા આદેશો જારી કર્યા છે. જેને પગલે લોકો દંડથી બચવા ફરજિયાત માસ્ક પહેરી ફરતા જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.