ETV Bharat / state

Russia Ukraine war : પાટણના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર અટવાયા, વાલીઓની ચિંતા વધી - યુક્રેનથી ભારત પરત આવેલા વિદ્યાર્થીઓ

યુક્રેનમાં ફસાયેલા પાટણના વિદ્યાર્થીઓને (Russia Ukraine war) પોલેન્ડ થઈ પરત સ્વદેશ લાવવા ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓ પોલેન્ડની સરહદે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓને પોલેન્ડમાં (Indian Students on the border of Poland) પ્રવેશ નહીં મળતાં ભારે કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે.

Russia Ukraine war : પાટણના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર અટવાયા : વાલીઓની ચિંતા વધી

author img

By

Published : Feb 28, 2022, 9:31 AM IST

પાટણ : યુક્રેનમાં ફસાયેલ પાટણ શહેરના 30 અને જિલ્લાના 100થી વધુ વિદ્યાર્થીઓને પોલેન્ડ થઈ પરત સ્વદેશ (Students returning to India from Ukraine) લાવવા ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરુપે પ્રથમ જથ્થામાં પાટણના 30 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનથી બસ મારફતે પોલેન્ડની (Indian students on the border of Poland) બોર્ડર સુધી પહોંચ્યા હતા. જો કે, પોલેન્ડ બોર્ડર નજીક વાહનોની લાંબી કતારો સર્જાતા અંધાધુંધી વચ્ચે આ વિદ્યાર્થીઓને 30 કિલોમીટર સુધી પગપાળા ચાલવાની ફરજ પડી હતી.

પોલેન્ડની બોર્ડર પર ગુજરાતના વિદ્યાર્થીઓ અટવાયા

ભારતે યુનોમાં તટસ્થ રહેતા વિદ્યાર્થીઓની મુશ્કેલી ઉભી થઈ

તો બીજી તરફ પોલેન્ડ સરહદે પહોંચેલા વિદ્યાર્થીઓને પોલેન્ડમાં પ્રવેશ નહીં મળતાં ભારે કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે. હાલ આર્મીના કડક પહેરા વચ્ચે હરવા ફરવાનો વારો આવ્યો છે. કહેવાય છે કે, ભારતે યુનોમાં તટસ્થ રહેતા પાટણ સહિત ભારતીયો વિદ્યાર્થીઓ માટે આ મુશ્કેલીઓ ઉભી થઈ છે. તો બીજી બાજુ તેમના વાલીઓ આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા તેઓને સુરક્ષિત સ્થળે રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Indian Students Airlift From Ukraine: યુક્રેનથી મુંબઈ આવ્યા વિધાર્થીઓ, GSRTCની વોલ્વો બસ દ્વારા ગુજરાતી વિદ્યાર્થીઓને લવાશે અમદાવાદ

"વિદ્યાર્થીઓ 35 કિમી ચાલીને બોર્ડરે પહોંચ્યા"

પાટણના વાલીઓએ જણાવ્યું હતું કે, ત્યાંની એમ્બેસીએ ભારતની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓને બોર્ડર પર જવા માટે જણાવતા વિદ્યાર્થીઓ પોતાના સ્વખર્ચે બોર્ડર પર પહોંચ્યા છે. 35 કિલોમીટર જેટલું ચાલીને (Students from Patan stranded on Poland border) કડકડતી ઠંડીમાં તે બોર્ડર પહોંચ્યા છે. તેમની પાસે જમવાનું ખૂટી ગયું છે.

આ પણ વાંચોઃ Russia Ukraine War: યુક્રેનમાં પાટણનો વિદ્યાર્થીએ પરિસ્થિતિ પારખી સમયસર પરત આવ્યો ભારત

"વિદ્યાર્થીઓ શું કરશે, ક્યાં જશે ?"

આ ઉપરાંત રીતેશ મોદી નામના વાલીઓએ જણાવ્યું હતું કે, ગત રોજ રાત્રે છોકરાઓની (Students from Patan in Ukraine) પાટણના વિદ્યાર્થીઓ યુક્રેનમાં શાળામાં રાખ્યા હતા અને ત્યારબાદ તેઓને બંકરમાં જવાનું કહેવાયું હતું અને ત્યાંથી પણ નીકળી જઈ પરત ન આવવા એમ્બેસીએ કહી દીધું છે. તો હવે વિદ્યાર્થીઓ શું કરશે અને ક્યાં જશે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી હેમખેમ પરત લાવવા વિનંતી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.