ETV Bharat / state

Patan News: પાટણ નગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ, 67 દરખાસ્તો મંજૂર, કરવેરા બમણા કરાયા - 67 વિકાસકાર્યોને મંજૂરી

પાટણ નગર પાલિકાની નવા મહિલા પ્રમુખની અધ્યક્ષતામાં પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં 67 જેટલી દરખાસ્તો મંજૂર કરવામાં આવી. કરવેરા પણ બમણા કરવામાં આવ્યા. વાંચો વધુ સમચાર વિગતવાર

પાટણ નગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ
પાટણ નગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 3:07 PM IST

પાટણ નગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ, 67 દરખાસ્તો મંજૂર

પાટણઃ શહેરની નગર પાલિકાની પ્રથમ સામાન્ય સભા નવા મહિલા પ્રમુખ હિરલ પરમારની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં 67 જેટલી દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. બમણા કરવેરાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે જેથી પાટણના નાગરિકોને હવેથી બમણો કરવેરો ભરવો પડશે. આ બમણો કરવેરો 01-01-2024થી અમલમાં આવશે.

બમણો કરવેરોઃ નગર પાલિકાની સામાન્ય સભામાં પાલિકાએ ગત તા. 24-1-2023 અને 26-7-2023ના ઠરાવમાં ખાસ પાણી વેરાના મંજૂર કરેલા નિયમોમાં સુધારા કરી હાલના દરમાં વધારો કરવા પ્રાદેશિક મ્યુનિસિપલ કચેરી ખાતે દરખાસ્ત કરવામાં હતી. જેને પ્રાદેશિક કમિશનરની કચેરી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ વધારાને લીધે પાટણની જનતાને તા.01-01-2024થી બમણો કરવેરો ભરવો પડશે. જો કે આ કરવેરામાં વધારાનો વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

ગ્રાન્ટ પરત લેવાઈઃ મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા પાટણ નગર પાલિકાને અપાયેલ 2 કરોડ રુપિયાથી વધુની ગ્રાન્ટ પરત લઈ લેવામાં આવી છે. ગ્રાન્ટ પરત લેવાનું કારણ 16 જેટલા વિકાસકાર્યો સમયસર ન થઈ શક્યા તે રજૂ કરવામાં આવ્યું છે. વિપક્ષે આ ગ્રાન્ટ પરત લેવાઈ તેનો પણ આક્ષેપ પણ સત્તા પક્ષ પર કર્યો હતો. વિપક્ષે સત્તા પક્ષની નિષ્ફળતા અને નિષ્ક્રિયતાનો વિરોધ અનોખા અંદાજમાં કર્યો હતો. પાટણ નગર પાલિકાના વિપક્ષ નેતા ભરત ભાટીયાએ સમગ્ર સભામાં હાજર સભ્યો પર ફૂલો ઉછાળ્યા હતા.

સામાન્ય સભામાં અઢી વર્ષની મુદત પૂર્ણ થયેલ વિવિધ 16 જેટલી સમિતિઓના ચેરમેન અને સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંક પક્ષે આપેલ મેન્ડેટ પ્રમાણે કરવામાં આવી છે. આ ઉપરાંત નગર પાલિકાના પ્રતિનિધિ તરીકે APMCના ડિરેક્ટરની પણ પસંદગી કરવામાં આવી છે...હિરલ પરમાર(પ્રમુખ, પાટણ નગર પાલિકા)

2 કરોડ રુપિયાથી વધુની ગ્રાન્ટ પાટણ નગર પાલિકા પાસેથી પરત લેવાઈ ગઈ છે. આ ગ્રાન્ટ પરત થવાનું મુખ્ય કારણ પાલિકાના સભ્યો અને અધિકારીઓની નિષ્ક્રિયતા છે. અમે આજે સત્તા પક્ષ પર ફુલોનો વરસાદ કર્યો છે, પણ જો પાલિકાનો સત્તા પક્ષ નિષ્ક્રિયતા દાખવશે તો પાટણની જનતા તેમના પર પથ્થર અને ચપ્પલનો વરસાદ કરશે...ભરત ભાટીયા(વિપક્ષ નેતા, પાટણ નગર પાલિકા)

  1. Morbi News: નગર પાલિકાના 350 રોજમદારો ચાર માંગણી સાથે હડતાળ પર ઉતર્યા, માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
  2. MLA Kanti Amritia : પાલિકાના સ્વભંડોળના હિસાબની નિષ્પક્ષ તપાસની માંગણી કરતા ધારાસભ્ય કાંતિ અમૃતિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.