પાટણઃ પાટણ જિલ્લામાં નારાયણ પ્રભુનું મંદિર આવેલું છે. જ્યાં દરેક તહેવાર અનોખી આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. પણ ઉત્તરાયણના પર્વ પર વિષેશ શૃંગાર કરવામાં આવ્યો હતો. જેમાં પ્રભુને ઘીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. જેના દર્શન માટે ભાવિકોએ લાંબી લાઈન લગાવી હતી. ભક્તોએ આવા શૃંગારના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. નારાયણજીના પાડામાં ભગવાન નારાયણનું પ્રાચીન મંદિર આવેલું છે વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે ઉત્તરના દિવસે ઠાકોરજીને ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. હકીકતમાં પ્રભુને પહેરાવવામાં આવતા કપડાં પર જે રીતે આજના સમયમાં સ્પ્રે કરવામાં આવે છે એમાં અહીં કપડાં પર ઘી લગાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ ભણતરની સાથે રોજગારી, પાટણમાં સરકારી શાળાની વિદ્યાર્થિનીઓ બની રહી છે આત્મનિર્ભર
પરંપરા જોવા યથાવતઃ ભગવાન નારયણના મંદિરને ઉત્તરાયણ નિમિત્તે પતંગની આંગીથી સુશોભિત કરવામાં આવ્યું હતું. આમ વર્ષો પૂર્વે ઉત્તરાયણના દિવસે ભગવાન નારાયણને કરાયેલ ઘીના વાઘા આજે પણ કરવામાં આવે છે.આધુનિક યુગમાં પણ વર્ષોની પરંપરા આજે પણ પાટણમાં અકબંધ જોવા મળી રહી છે. આ કપડાં તૈયાર કરવા માટે પાંચ કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવું પણ માનવામાં આવે છે કે, વર્ષો સુધી આ મૂર્તિ ભોયરામાં કેદ હતી.
મંદિરનો ઈતિહાસઃ મંદિરનો ઇતિહાસ ઘણો જ રોચક છે. દિલ્હીમાં જ્યારે અકબરનું શાસન હતું ત્યારે બિરબલની એક ટેક હતી. દર પૂનમે તે દ્વારકા ખાતે ભગવાનના દ્વારકાધીશના દર્શન કરવા માટે આવતા હતા. અકબરે બિરબલને કહ્યું કે ભગવાનને આપણે દિલ્હી લાવીએ. તેમ કહી સેનાની એક ટુકડીને મૂર્તિ લાવવા ગુજરાતમાં મોકલી હતી. જો કે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ લઈને ગાડું દિલ્હી તરફ જતું હતું. ત્યારે પાટણમાં આ ગાડું આવ્યુ હતું. રાત્રી વિસામો કર્યો હતો.
આ પણ વાંચોઃ લાલ ચટક ગાજરની મીઠાસ સામે ભાવ ફિક્કો લાગતા ખેડૂતોનું સ્મિત ખોવાયું
ખોદકામ કરતા મળ્યુંઃ ભગવાને અહીં જ વાસ કર્યો હતો. સમય જતાં ભગવાનની મૂર્તિ ભોયરામાં હતી. એક ભક્તને ભગવાન નારાયણે સ્વપ્નમાં આવી ખોદકામ કરવાનું કહેતાં અહીંથી મૂર્તિ મળી આવી હતી. પછી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ભગવાનની આ મૂર્તિ એ સમયે ખૂબ જ પૌરાણિક હતી. જે મૂર્તિના ઘાટ અનુસાર હતી. પછી એના પર વાઘા પહેરાવવામાં આવ્યા હતા. એ સમયથી જ ભગવાનના કહ્યા અનુસાર ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. એ સમયે પણ ઉત્તરાયણ હતી. એ સમયથી આ પરંપરા ચાલતી આવે છે.