ETV Bharat / state

પાટણ નગર પાલિકાનો પ્રિ-મોનસૂન પ્લાન માત્ર કાગળ પર

પાટણઃ શહેરમાં પડેલા સામાન્ય વરસાદે નગર પાલિકાના પ્રિ-મોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે. પાટણના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી કારણે લોકો હલાકીઓ ભોગવી રહ્યા છે.

પાટણ
author img

By

Published : Jun 20, 2019, 3:18 AM IST

દર વર્ષે વરસાદ પહેલા નગરપાલિકા વરસાદી પાણીના નિકાલ માટે પ્રિ-મોનસૂન પ્લાન બનાવે છે, જે માત્ર કાગળ પર જ હોય છે. હકીકતમાં શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી નિકાલની કાયમી વ્યવસ્થા આજ દિવસ સુધી નગરપાલિકા દ્વારા કરવામા આવી નથી. જેથી પાલિકાની આવી બેદરકારીનો ભોગ દર વર્ષે વરસાદમાં શહેરીજનો બને છે. પાટણમાં માત્ર 1 દિવસમાં 1 ઈંચ વરસાદ પડતા નગર પાલિકાના પ્રી-મોનસૂન પ્લાનની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના ટેલિફોન એક્સચેન્જથી ચાણસ્મા હાઇવે રોડ તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા આ વિસ્તારમાં આવેલ 100થી વધુ સોસાયટીઓના રહીશોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.

આ વિસ્તારમાં આવેલ કર્મભૂમિ સોસાયટી, શીશ બંગલો, ત્રિભોવન નગર સહિતની સોસાયટીના રહીશોએ આ વિસ્તારમાંથી કાયમી ધોરણે વરસાદી પાણીના નિકાલ માટે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જ્યારે વરસાદમાં પાણી ભરાઈ રહે ત્યારે નગરપાલિકા પાણી નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા કરે છે. આ વિસ્તારમાંથી કાયમી ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરવામા આવે તેવી માંગ ઉઠી છે.

પાટણ નગર પાલિકાનો પ્રિ-મોનસૂન પ્લાન કાગળ પર

પાટણના રાજકીય આગેવાનો ચૂંટણી સમયે માત્ર મત માંગવા આવે છે. ત્યારે આ વિસ્તારના રહીશોને વરસાદી પાણીના કાયમી નિકાલની ખાત્રી આપે છે. ચૂંટણી પુરી થઈ હોવા છતાં કોઈ પણ પક્ષના લોકો આ વિસ્તારની સમસ્યાનો કાયમી નિકાલ કરતા નથી. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Intro:પાટણ શહેર મા પડેલા સામાન્ય વરસાદે નગર પાલિકાના પ્રિ મોનસૂન પ્લાન ની પોલ ખોલી દીધી છે.શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણી નિકાલ ની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો હલાકીઓ ભોગવી રહ્યા છે

Body:દર વર્ષે વરસાદ પહેલા નગર પાલિકા વરસાદી પાણી ના નિકાલ માટે પ્રી મોનસૂન પ્લાન બનાવે છે. ત્યારે સિક્કાની બીજી બાજુ આ પ્લાન માત્ર કાગળ પરજ રહેવા પામે છે હકીકત મા શહેર ના નીચાણવાળા વિસ્તારો મા વરસાદી પાણી નિકાલ ની કાયમી વ્યવસ્થા આજ દિન સુધી નગર પાલિકા દ્વારા કરવામા આવી નથિ નગર પાલિકા તંત્ર ની આવી બેદરકારી નો ભોગ દર વર્ષે વરસાદ મા શહેરીજનો બને છે અને ચોમાસાની ૠતુમાં હલાકીઓ ભોગવે છે. પાટણ શહેર મા માત્ર એક દિવસ મા પડેલ 1 ઈંચ વરસાદે નગર પાલિકા ના પ્રી મોનસૂન પ્લાન ની પોલ ખોલી છે. શહેર ના ટેલિફોન એક્સચેન્જ થી ચાણસ્મા હાઇવે રોડ તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા આ વિસ્તારમા આવેલ સો થી વધુ સોસાયટીઓ ના રહીશો ને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.

Conclusion:આ વિસ્તાર મા આવેલ કર્મભૂમિ સોસાયટી,શીશ બંગલો ,ત્રિભોવન નગર સહિત નીસોસાયટી ના રહીશો એ આ વિસ્તારમાંથી કાયમી ધોરણે વરસાદી પાણી ના નિકાલ માટે અનેક રજૂઆતો નગર પાલિકા ને કરી છે પણ જ્યારે વરસાદ મા પાણી ભરાઈ રહે ત્યારે નગર પાલિકા પાણી નિકાલ ની વૈકલ્પિક વ્યવસ્થા કરે છે. આ વિસ્તારમાંથી કાયમી ધોરણે પાણી નિકાલ ની વ્યવસ્થા કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે

બાઈટ 1 જયંતીભાઈ ઠક્કર સ્થાનિક રહીશ

ટેલિફોન સોસાયટી થી ચાણસ્મા હાઇવે ને જોડતો આ માર્ગ ચોમાસામાં વરસાદ નું પાણી ભરાઈ રહે ત્યાંરે આ માર્ગ બંધ થઈ જાય છે જેથી સોસાયટીઓ ના રહીશો ને ઘર મા બેસી રહેવું પડે છે.
બાઈટ 2 કાંતિભાઈ ઠક્કર સ્થાનિક રહીશ

પાટણ ના રાજકીય આગેવાનો ચૂંટણી સમયે માત્ર વોટ માંગવા આવે છે ત્યારે આ વિસ્તાર ના રહીશો ને વરસાદી પાણી ના કાયમી નિકાલ ની ખાત્રી આપછે પણ ચૂંટણી પુરી થયા પછી કોઈ પણ પક્ષ ના લોકો આ વિસ્તારની સમસ્યાનો કાયમી નિકાલ કરતા નથી જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.