ETV Bharat / state

Municipality Bribery Case: રાધનપુર નગરપાલિકાના 2 એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા, લાંચિયા અધિકારીઓમાં ફફડાટ - પાટણમાં લાંચિયા એન્જિનિયરને એસીબીએ પકડ્યો

પાટણ જિલ્લામાં આવેલી (Patan Municipality Bribery Case) રાધનપુર નગરપાલિકાના 2 એન્જનિયર 2 લાખ રૂપિયાની લાંચ લેતા (Arrest of bribe engineer of Radhanpur municipality) ઝડપાયા હતા. બંને એન્જનિયરે વેપારી પાસેથી કોમર્શિયલ બાંધકામની બીયુ પરમિશન (Bribe for BU permission) માટે વેપારીની ઓફિસમાં જ લાંચ માગી હતી. જોકે, ACBની ટીમે બંને એન્જિનિયરને ઝડપી લેતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Patan Municipality Bribery Case: પાટણમાં રાધનપુર નગરપાલિકાના 2 એન્જિનિયર 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

author img

By

Published : Jan 8, 2022, 9:59 AM IST

પાટણઃ રાજ્યમાં હવે સરકારી કર્મચારીઓ લાંચ લેતા જરાય ખચકાતા નથી. ત્યારે જિલ્લામાં રાધનપુર નગરપાલિકાના 2 એન્જિનિયર પણ 2 લાખ રૂપિયાની લાંચ લેતા (Patan Municipality Bribery Case) ઝડપાયા હતા. બંને એન્જિનિયરે એક વેપારી પાસેથી કોમર્શિયલ બાંધકામની બીયુ પરમિશન માટે વેપારીની જ ઓફિસમાં લાંચ (Bribe for BU permission) માગી હતી. ત્યારે ACBની ટીમે બંને લાંચિયા એન્જિનિયરને લાંચ લેતા ઝડપી (Arrest of bribe engineer of Radhanpur municipality) પાડ્યા હતા. આ સાથે જ લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ACBએ છટકું ગોઠવી લાંચિયા એન્જિનિયરને ઝડપી પાડ્યો

આ પણ વાંચો- આંકલાવમાં નાયબ મામલતદાર બાથરૂમમાં તો તારાપુરનો અધિકારી ઓફિસમાં કાળા કામ કરતા ઝડપાયા

ગણેશ કોમ્પ્લેક્સના વેપારીએ નગરપાલિકામાં કરી હતી અરજી

આ અંગે મળતી માહિતી અનુસાર, રાધનપુર ચાર રસ્તા પર ગણેશ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા વેપારીએ નવા કોમર્શિયલ બાંધકામ માટે બીયુ પરમિશન (Bribe for BU permission) મેળવવા નગરપાલિકામાં અરજી કરી હતી. આ બાબતે વેપારી નગરપાલિકા ગયા હતા. ત્યાં નગરપાલિકાના પ્લાનિંગ આસિસ્ટન્ટ એન્જિનિયર સરસિજસિંહ માલવસિંહ જાદવે 2 લાખ રૂપિયાની લાંચ (ACB nabs bribe engineer in Patan) માગી હતી. ત્યારબાદ તેમણે આ રૂપિયા નગરપાલિકાના કરાર આધારિત ઓથોરાઈઝ્ડ એન્જિનિયર સંજય નટવરલાલ પ્રજાપતિને આપવા જણાવ્યું હતું.

આ પણ વાંચો- Department of Energy Online Paper Leak: પરીક્ષા પાસ કરાવવા 22 લાખની લાંચ લેવાઇ હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ

વેપારીએ લાંચ અંગે ACBને કરી હતી જાણ

જોકે, વેપારી લાંચના પૈસા આપવા (Patan Municipality Bribery Case) માગતા ન હોવાથી તેમણે આ અંગે પાટણ ACBને જાણ (ACB nabs bribe engineer in Patan) કરી હતી. તો ACBની ટીમે છટકું ગોઠવી લાંચ લેતા વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. ગણેશ કોમ્પ્લેક્સની ઓફિસમાં સંજય નટવરલાલ પ્રજાપતિને બોલાવતા તે પ્લાનિંગ આસિસ્ટન્ટ એન્જિનિયર સરસિજસિંહ માલવસિંહ જાદવ વતી 2 લાખ રૂપિયા લેવા આવ્યો હતો. તો ACBએ તેને રંગેહાથ ઝડપ્યો હતો. આ સાથે જ સાણસા સપડાયેલા નગરપાલિકાના પ્લાનિંગ આસિસ્ટન્ટ એન્જિનિયર અને લાઈઝનિંગ એન્જિનીયરની અટકાયત કરી ACB પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.