ETV Bharat / state

Patan Municipal Budget 2022: પાટણ નગરપાલિકાનું રૂપિયા 175.24 લાખનું બજેટ મંજૂર - Patan Municipality

પાટણ નગરપાલિકાનું વર્ષ 2022- 23નું રૂપિયા 175.24 લાખની પુરાંતવાળું અંદાજપત્ર વિપક્ષના ચાર સભ્યોના વાંધા વચ્ચે બહુમતિથી મંજૂર(Patan Municipal Budget 202)કરવામાં આવ્યું હતું. ગત વર્ષે રૂપિયા 13 કરોડના દેવામાં આ વર્ષે બે કરોડનો વધારો થતાં પાલિકા માથે વર્તમાનમા રૂપિયા 15 કરોડ જેટલું દેવું થયું છે.

Patan Municipal Budget 2022: પાટણ નગરપાલિકાનું રૂપિયા 175.24 લાખનું બજેટ મંજૂર

author img

By

Published : Mar 24, 2022, 7:09 PM IST

પાટણઃ નગરપાલિકાની વિશેષ અંદાજપત્રીય(Patan Municipality)સામાન્ય સભા બુધવારે નગરપાલિકા સભાખંડ ખાતે પ્રમુખ સ્મિતાબહેન પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં 17 જેટલા એજન્ડા ઉપરના અને વધારાના 9 કામો મળી 26 કામ ઉપર ચર્ચા કરવામાં (Patan Municipal Budget 202)આવી હતી. બજેટ રજૂ થાય તે પૂર્વે શૂન્યકાળની ચર્ચા દરમિયાન શહેરના વિવિધ પ્રશ્નો અંગે વિપક્ષના સભ્યોએ સવાલો કર્યા હતા. જેમાં પાલિકા દ્વારા ઉઘરાવાતો વહીવટી ચાર્જનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

પાટણ નગરપાલિકા

પાલિકાના માથે રૂપિયા 15 કરોડનું દેવું - નગરપાલિકાનું વર્ષ 2022 -23નું અંદાજપત્ર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું વર્ષ 2022-23 દરમિયાન બજેટમાં મહેસૂલી આવક રૂપિયા 2840.05 લાખ, વિવિધ સરકારી ગ્રાન્ટ પેટે રૂપિયા 5744. 89 લાખની આવક અને વેરા પેટે 346ની આવક થવાની સંભાવના દર્શાવી છે.જેની સામે મહેકમ ખર્ચ 1196.14 લાખ, ઇતર ખર્ચ 710.75 લાખ, નિભાવણી ખર્ચ લોન સહિત 2214.46 લાખ, અન્ય ખર્ચા 190.00 લાખ ,મૂડી વિષયક કામોનો ખર્ચ 7551.75 લાખ દર્શાવાયો છે. નગરપાલિકા માથે ગત વર્ષે 13 કરોડનું દેવું હતું જેમાં એક જ વર્ષમાં રૂપિયા બે કરોડનું દેવું વધતાં આ વર્ષે પાલિકાના માથે રૂપિયા 15 કરોડનું દેવું થવા પામ્યું છે.

આ પણ વાંચોઃ ભુજ નગરપાલિકા દ્વારા 1.24 અબજનું બજેટ રજૂ કરાયું

ખર્ચમાં કાપ મૂકી આવકના સ્ત્રોતમાં વધારો કરી બજેટ રજૂ કર્યું - ચીફ ઓફિસરના અભિપ્રાય મુજબ પાલિકાની જુદી જુદી શાખા મારફત આવેલ બજેટ મુજબ સને 2022- 23ની સંભવિત આવક રૂપિયા 8930.94 લાખની સામે સંભવિત ખર્ચ રૂપિયા 15044.78 લાખ દર્શાવાયો છે તારીખ 1 -4 -2021 ની ઉઘડતી સિલક રૂપિયા 6114.20 લાખને ધ્યાને લેતા વર્ષના અંતે રૂપિયા 1524.75 લાખની ખાદ્ય વાળુ બજેટ મંજૂર થઈ શકે તેમ ન હોય નગરપાલિકાના ખર્ચમાં કાપ મૂકી આવકના સ્ત્રોતમાં વધારો કરી 175.24 લાખની પુરાંતવાળુ બજેટ રજૂ કર્યું છે.

નગરપાલિકાનું બજેટ માત્ર આંકડાકીય માયાજાળ - પાટણ નગરપાલિકાના વિપક્ષ નેતા ભરત ભાટિયાએ અંદાજપત્ર અને આંકડાકીય માયાજાળ હોવાનું દર્શાવી જણાવ્યું હતું કે એક જ વર્ષમાં પાલિકાના માથે બે કરોડનું દેવામાં વધારો થતાં હાલ નગરપાલિકા માથે 15 કરોડનું દેવું છે. બજેટ મંજૂર થઈ શકે તેમ ન હોય હિસાબી શાખા દ્વારા માત્ર કાગળ ઉપર બજેટ સરભર કરી પુરાંતવાળુ બજેટ રજૂ કરી છે જેની સામે અમે લેખિત વાંધો રજૂ કર્યો છે.

સ્વભંડોળના ખર્ચ પર કાપ મૂકવામાં નહીં આવે તો દેવું વધતું રહેશે - પાટણ નગરપાલિકામાં (Patan Municipality)રજૂ થયેલ બજેટ આ અંગે અપક્ષના સભ્ય ડૉ. નરેશ દવે જણાવ્યું હતું કે પાલિકાના શાસકોએ એક જ વર્ષમાં રૂપિયા બે કરોડનું દેવું વધારી રૂપિયા 15 કરોડનું દેવું કર્યું છે તો સ્વભંડોળમાં આડેધડ ખર્ચા પર જો બ્રેક નહિ લગાવવામાં આવે તો આ દેવું દિવસેને દિવસે વધતું રહેશે ચાલુ વર્ષના બજેટને સરભર કરવા ખોટી રીતે કાપકૂપ કરી સફળ કર્યું છે જે પરંપરા વર્ષોથી ચાલી આવે છે આ બજેટમાં કોઈ જ વિશેષતા નથી માત્ર વિકાસકામો મુકાયા છે. પાટણ નગર પાલિકાનું વર્ષ 2022- 23નું અંદાજપત્ર વિપક્ષના વાંધા વચ્ચે મંજૂર કરાયું છે. વર્ષ દરમિયાન શહેરમાં વિવિધ રોડ રસ્તા વોટર વર્કસ સહિતના વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ Porbandar Municipal Budget 2022: પોરબંદર જિલ્લા પંચાયત સામાન્ય સભામાં બજેટ સર્વાનુમતે મંજૂર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.