●કોરોના મહામારીનો ધ્યાને લઈ લેવાયો નિર્ણય
● અગાઉ 5 મેં સુધી હરાજીનું કામકાજ બંધ રાખ્યું હતું
● કોરોના સંક્રમણ વધતા 15 મેં સુધી માર્કેટ બંધ રાખવાનો કરાયો નિર્ણય
પાટણ : રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે દરેક લોકો પોતાનાથી બનતા પ્રયાસો કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યની APMC માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યા છે જેના કારણે ગામડાઓમાં સંક્રમણ ફેલાય નહી. પાટણમાં પણ સંક્રમણ અટકાવવા માટે 15મે સુધી હરાજીનું કામ બંધ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : APMC ધ્રોલ ખાતે જન પ્રતિનિધિઓ સાથે સાંસદ પૂનમબેન માડમે બેઠક યોજી
15 મે સુધી હરાજીનું કામકાજ બંધ
પાટણ માર્કેટયાર્ડ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અગાઉ તારીખ 5 મે સુધી માર્કેટમાં હરાજી નું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું પરંતુ હાલની પરિસ્થિતિ જોતા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતાં રોજના 100થી વધુ કેસો પ્રકાશમાં આવી રહ્યા છે જેને ધ્યાને લઇને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ સાથે સંકળાયેલા તમામ વેપારીઓ,ખેડૂતો,હમાલ ટોલત ભાઈઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને ગંજ બજારના વેપારી એસોસિયેશન દ્વારા ૧૫ મેં સુધી માર્કેટયાર્ડ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાતા પાટણનું માર્કેટયાર્ડ સંપૂર્ણ બંધ રહ્યું છે અને તમામ હરાજીનું કામકાજ બંધ રહેવા પામ્યું છે.