ETV Bharat / state

દિવાળીના મિની વેકેશન બાદ પાટણ માર્કેટ યાર્ડ ફરી ધમધમતું થયું - પાટણ નવા ગંજ માર્કેટ યાર્ડ

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ ખેત ઉપજની આવક દિવાળીના મિની વેકેશન બાદ ફરી શરૂ થઇ છે. ત્યારે સોમવારના દિવસે પાટણ માર્કેટ યાર્ડ ધમધમતું જોવા મળ્યું હતું

પાટણ માર્કેટ યાર્ડ
પાટણ માર્કેટ યાર્ડ
author img

By

Published : Nov 24, 2020, 4:54 AM IST

  • દિવાળીના મિની વેકેશન બાદ પાટણ માર્કેટયાર્ડ ફરી ધમધમતું થયું
  • કપાસ એરંડા સહિતના પાકોનો ખેડૂતને મળી રહ્યો છે સારો ભાવ
  • ભાવ સરા મળતા ખેડૂતોમા ખુશી

પાટણ : શહેરનું નવા ગંજ માર્કેટ યાર્ડ દિવાળી વેકેશન બાદ ફરી ધમધમવા લાગ્યું છે. હાલમાં ખેડૂતો પોતાની ખેતીની ઉપજનો માલ માર્કેટ યાર્ડ ખાતે વેચવા આવી રહ્યા છે. માર્કેટ યાર્ડમાં કપાસ, એરંડા, રાયડો સહિતના પાકના માલનુ ખરીદ-વેચાણ પૂરજોશમાં જોવા ચાલી રહ્યું છે.

patan market yard
કપાસ એરંડા સહિતના પાકોનો ખેડૂતને મળી રહ્યો છે સારો ભાવ

માલની સામે રોકડમાં વ્યવહાર થાય છે

માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પણ સારા ભાવ મળતા ખુશી વ્યક્ત કરી છે. હાલમાં એરંડાનો ભાવ 900થી 930 રૂપિયા ખેડૂતોને મળી રહ્યો છે. જ્યારે કપાસ રૂપિયા 1000થી 1150 સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. તો બીજી તરફ ખેડૂતોને વેપારીઓ પાસેથી માલની સામે રોકડમાં વ્યવહાર થતો હોય ખેડૂતો પણ હોંશે હોંશે માલ વેચવા માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે.

દિવાળીના મિની વેકેશન બાદ પાટણ માર્કેટ યાર્ડ ફરી ધમધમતું થયું
  • વિ સિઝનમાં વિવિધ પાકોની ઉપજ ખેડૂતો માર્કેટ યાર્ડમાં વેચવા આવશે
  • કુદરતી આફત નહીં આવે તો નવુ વર્ષ ખેડૂતો માટે લાભદાયી નીવડશે તેવી આશા

આગામી દિવસોમાં રવિ સિઝન દરમિયાન રાઇડો, જીરું, મેથી વરિયાળી સહિતના પાક માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો વેચવા આવશે. કુદરત સાથ આપશે અને માવઠું કે અન્ય કોઈ કુદરતી આફત નહીં આવે તો નવું વર્ષ ખેડૂતો માટે ફળદાયી નીવડશે તેવી આશા ખેડૂતોને બંધાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.