પાટણઃ યુનિવર્સિટીના (Kala Mahakumbh at Patan University) રંગ ભવન અને ગાંધી સ્મૃતિ હોલ ખાતે 3 તાલુકાઓનો કલા મહાકુંભ યોજાયો હતો, જેમાં અલગ અલગ 9 કૃતિઓમાં (Presentation of works in Kala Mahakumbh) 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાના કૌશલ્ય બતાવ્યા હતા. તો વિજેતા થનારા વિદ્યાર્થીઓ હવે 8 ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ મહોત્સવમાં ભાગ લેશે. અહીં પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાનો કલા મહાકુંભ યોજાયો હતો.
આ પણ વાંચો- કપરાડા ખાતે ચેપા ગામના દોડવીર સહિત અનેક ખેલવીરનો યોજાયો સન્માન કાર્યક્રમ
વિદ્યાર્થીઓએ જૂદી જૂદી કૃતિઓ કરી રજૂ
આ કલા મહાકુંભમાં ગરબા, રાસ, ચિત્ર ભરતનાટ્યમ, એક પાત્રીય અભિનય, લોકનૃત્ય સહિતની 9 કૃતિઓમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાના કામણ પાથર્યા (Presentation of works in Kala Mahakumbh) હતા. જોકે, આ સમગ્ર આયોજન કોરોના ગાઈડલાઈનના પાલન (Corona Guideline in Kala Mahakumbh) સાથે કરાયું હતું.
![વિદ્યાર્થીઓએ જૂદી જૂદી કૃતિઓ કરી રજૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14376950_ptnkalakumbh_b_gj10046.jpg)
આ પણ વાંચો- ગુજરાતમાં રમતગમત માટે માળખાગત સુવિધાનો અભાવ
વિજેતા થનાર વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેશે
તો હવે તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ 8 ફેબ્રુઆરીએ પાટણ ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેશે.
![વિદ્યાર્થીઓએ જૂદી જૂદી કૃતિઓ કરી રજૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14376950_ptnkalakumbh_a_gj10046.jpg)
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ કમિશનર કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા આ આયોજન કરાયું હતું. તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી પાટણ દ્વારા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત (Planning of Kala Mahakumbh under Azadi Ka Amrut Mahotsav) શુક્રવારે પાટણ ખાતે આ મહાકુંભ (Patan Kala Mahakumbh 2022) યોજાયો હતો.