પાટણમાં સામાન્ય વરસાદ પડે ત્યારે રેલવેનું ગરનાળુ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ સમસ્યા વષો જૂની છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા હજુ સુધી પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા કરાઈ નથી. પાટણ ગત રાત્રીએ પડેલા દોઢ ઇંચ જેટલા વરસાદમાં રેલવે ગરનાળુ વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું. જેથી લોકો ને ભારે હાલકીઓનો સામનો કરવાની ફરજ પડી હતી. નાળાનો વાહન વ્યવહાર બંધ થઈ જતા લોકો જીવના જોખમે આ નાળામાંથી પસાર થઈ રહ્યા છે.
વિસ્તારના લોકોએ નગરપાલિકાના ઉપપ્રમુખને જાણ કરતા તેમણે આ સ્થળની મુલાકાત લીધી હતી અને વરસાદ બંધ થાય એટલે તાબડતોબ આ નાળામાંથી વરસાદી પાણીના નિકાલની કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી.