પાટણઃ શહેરના વિવિધ વિસ્તારોમાં મોદી સમાજ દ્વારા ચાલતા મંડળો, આનંદ ગરબા મંડળો, મિત્ર મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ત્યારે રવિવારના રોજ રામ શેરી ખાતે આવેલી મોદી સમાજની વાડીમાં 251 બોટલ લોહી એકત્ર કરવાના ધ્યેય સાથે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોદી સમાજના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મોદી સમાજ દ્વારા એક વર્ષ અગાઉ કરવામાં આવેલા રક્તદાન કેમ્પમાં 200 બ્લડ યુનિટ એકત્ર થયું હતું, ત્યારે ચાલુ વર્ષે યોજાયેલા આ કેમ્પમાં 300 બ્લડ યુનિટ એકત્ર કરી એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.