● યુનિવર્સિટી બનાવવા જમીન આપનાર ખેડૂતોને 25 વર્ષે પણ વળતર મળ્યું નથી
● કોર્ટના ચુકાદા બાદ પણ ખેડૂતો ૧૭ કરોડથી વધુના વળતરથી વંચિત રહ્યા
● 25 ખેડૂતોએ વળતર માટે કોર્ટમાં કરી હતી અરજી
● કોર્ટે પહેલા સરકાર અને બાદમાં યુનિવર્સિટીની મિલકતો જપ્ત કરવા હુકમ કર્યો
આ પણ વાંચો: HNG યુનિવર્સિટીના પૂર્વ કુલપતિનું નિધન
કોર્ટે કર્યો હતો યુનિવર્સિટીની મિલકતો જપ્ત કરવાનો આદેશ
25 ખેડૂતોના ગ્રુપને પ્રતિ ચોરસ મીટર રૂપિયા 100 પ્રમાણે વળતર આપવાનો ઓર્ડર વર્ષ 2015માં કર્યો હતો. ત્યારબાદ આ ખેડૂતોએ પાટણ સિવિલ કોર્ટમાં 100ની ગણતરી કરીને મેળવવા માટે અરજી કરતા 30 નવેમ્બર 2019ના રોજ વ્યાજ અને મળવાપાત્ર લાભ સાથે કુલ 17,06,24,704 નું વળતર દસ દિવસમાં ચૂકવવા હુકમ કર્યો હતો. પણ રકમ ન ચૂકવાતાં જમીન સંપાદન અધિકારી અને નાયબ કલેકટર અને રજીસ્ટ્રાર યુનિવર્સિટી સામે મિલકત જપ્તી વોરંટ કાઢવા અરજી કરાઈ હતી. આ કેસ પાટણના સિવિલ જજ મનોજ એસ.દવે સમક્ષ ચાલી જતાં કોર્ટે પોતાના ચુકાદામાં પાટણ યુનિવર્સિટીના જમીનધારકોને વળતર ચૂકવવામાં વિલંબ થતો હોવાથી સરકાર અને યુનિવર્સિટી બંનેને જવાબદાર ઠેરવીને પહેલા સરકારની મિલકતો અને બાદમાં જરૂર પડે તો યુનિવર્સિટીની મિલકતો જપ્ત કરવાનો આદેશ કર્યો હતો.
આ પણ વાંચો: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બે કારોબારી સભ્યોની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ
વળતર ચૂકવવામાં સરકાર અને યુનિવર્સિટી એકબીજા ઉપર કરી રહ્યા છે દોષારોપણ
પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નિર્માણ બાદથી અવનવા વિવાદોમાં સપડાયેલી રહે છે, ત્યારે છેલ્લા 25 વર્ષથી યુનિવર્સિટીને જમીન આપનાર 25 જેટલા ખેડૂત આજે પણ રૂપિયા 17 કરોડનું વળતર મેળવવા ઝંખી રહ્યા છે. ત્યારે સરકાર અને યુનિવર્સિટી એકબીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે.