ETV Bharat / state

પાટણના પંચાસર પાસે હિટ એન્ડ રન કેસમાં ત્રણના મોત, આરોપી કારચાલક ફરાર - Three person Killed near Panchasar

પાટણના પંચાસર પાસે ગત રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યકિતના મોત નીપજ્યાં હતાં. રિક્ષામાં સવાર બે પ્રવાસી અને એક પદયાત્રીને કારચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ થવાને કારણે ત્રણેયના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. Patan Hit and Run case Aug 2022 Three person Killed near Panchasar Accused of Accident Absconding

પાટણના પંચાસર પાસે હિટ એન્ડ રન કેસમાં ત્રણના મોત, આરોપી કારચાલક ફરાર

author img

By

Published : Aug 30, 2022, 3:55 PM IST

પાટણ શંખેશ્વર તાલુકાના પંચાસર નજીક ગત રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર બે પ્રવાસીઓ અને એક પદયાત્રીને કારચાલકે ટક્કર મારી હતી. જેના પગલે ગંભીર ઇજાઓ થતાં ત્રણેયના ઘટના સ્થળે મોત નીપજ્યા હતાં. જ્યારે રિક્ષામાં સવાર અન્ય પ્રવાસીઓને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જાણવા મળ્યા પ્રમાણે રાધનપુરથી ચોટીલા પગપાળા જઇ રહેલા યાત્રિકોને આ અકસ્માત નડ્યો હતો.

રિક્ષામાં સવાર બે પ્રવાસીઓ અને એક પદયાત્રીને કારચાલકે ટક્કર મારી હતી

આ પણ વાંચો શંખેશ્વરની રૂપેણ નદીના પુલ પર કાર ડિવાઇડર સાથે ટકરાઈ, બેના મોત અને 10 ઈજાગ્રસ્ત

આરોપી કારચાલક ફરાર પાટણ જિલ્લાના હાઇવે માર્ગો ઉપર રોજબરોજ અકસ્માતોની ઘટનાઓ સર્જાય છે. એ કડીમાં પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામ નજીક અકસ્માતની આ ઘટના જોડાઇ ગઇ છે. ગત મોડી રાત્રે પંચાસર ગામ નજીકથી પેસેન્જર ભરેલી એક રીક્ષા પસાર થઈ રહી હતી.

ગંભીર ઇજાઓ થવાને કારણે ત્રણેયના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં

તે દરમિયાન કારચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલત રીતે હંકારી પહેલાં રિક્ષાને અને ચોટીલા જઈ રહેલા પદયાત્રીઓને ટક્કર મારતા રિક્ષામાં સવાર પ્રવાસીઓ અને પદયાત્રી હવામાં ફંગોળાઈ ગયાં હતાં અને નીચે પટકાતાં ગંભીર ઇજાઓ થવાને કારણે બે પ્રવાસી અને એક પદયાત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર કારચાલક રાતના અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો પાટણ નજીક ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 વર્ષીય બાળકી સહિત 3ના મોત, 3 ઈજાગ્રસ્ત

ઇજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર માટે ખસેડાયા ઘટનાને પગલે હાઈવે ઉપર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતાં અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને 108 મારફતે શંખેશ્વર આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવની અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીં વધુ તપાસ હાથ ધરી છે. Patan Hit and Run case Aug 2022 Three person Killed near Panchasar Accused of Accident Absconding પાટણના પંચાસર પાસે હિટ એન્ડ રન કેસ , પાટણમાં હિટ એન્ડ રનની ઘટનાઓ ઓગસ્ટ 2022 , આરોપી કારચાલક ફરાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.