તાજેતરમાં ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં કરેલા સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ 2019માં પાટણ જિલ્લાએ રાજયમાં અને પચ્ચીમ ઝોનમાં પ્રથમ તેમજ દેશમાં ચોથા ક્રમ મેળવ્યો છે. દિલ્હી ખાતે કેન્દ્રીય પ્રધાનના હસ્તે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખ અને તેમની ટીમને એસએસજી એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. જે અનુસંધાને રોટરી કલબ ઓફ પાટણ જિલ્લા વિકાસ અધિકારી અને તેમની ટિમનો અભિવાદન સમારોહ રોટરી ભવન ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, જિલ્લા ગ્રામ એજન્સીના નિયામકને રોટરી કલબનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પાટણ જિલ્લાને બીજી વખત આ એવોર્ડ મળ્યો છે, જેથી આપણી જવાબદારી વધી છે, લોકોની અપેક્ષઓ પણ વધી છે, માટે દરેક લોકોએ પોતાનું ઘર,આંગણું, વિસ્તાર, ચોક, અને ગામને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતાં.