ETV Bharat / state

પાટણ જિલ્લા કોંગ્રેસ સંકલન સમિતિની બેઠક યોજાઇ - પાટણ નગરપાલિકા

આગામી સમયમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને સોમવારે કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડા અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવની અધ્યક્ષતામાં પાટણ જિલ્લા કોંગ્રેસ સંકલન સમિતિની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ જિલ્લા કોંગ્રેસ સંકલન સમિતિની બેઠક યોજાઇ

author img

By

Published : Dec 14, 2020, 8:35 PM IST

  • પાટણમાં કોંગ્રેસ સંકલન સમિતિની બેઠક મળી
  • પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સભાના સાંસદની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક
  • પ્રદેશ પ્રમુખે ચૂંટણી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો

પાટણ : રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે. જેને લઇ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટેની કવાયતો હાથ ધરી સંગઠન માળખાને મજબુત કરવા અને કાર્યકરોમાં સંચાર પેદા કરવા વિવિધ સ્થળો પર બેઠકોનો દોર શરૂ થયો છે.

પાટણ જિલ્લા કોંગ્રેસ સંકલન સમિતિની બેઠક યોજાઇ

સ્થાનિક ઉમેદવારોને આપવામાં આવશે પ્રાધાન્ય

જેને અનુલક્ષીને પાટણમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીને ધ્યાને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સોમવારે પાટણ જિલ્લા કોંગ્રેસ સંકલન સમિતિની બેઠક સંતોકબા હોલ ખાતે મળી હતી. જેમાં ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી રણનીતિને લઈ આગેવાનો, હોદ્દેદારો,કાર્યકરો જોડે ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હતા. તેમજ સ્થાનિક ઉમેદવારોની પસંદગીને પ્રાધાન્ય આપવામાં આવશે, તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના વિજયનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ બેઠકો શરૂ કરી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ સંમેલનો અને બેઠકો બોલાવી ભાવિ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. કોંગ્રેસ સંકલન સમિતિમાં ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.