ETV Bharat / state

Patan Crime News: વર્લ્ડ કપની મેચમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમડતા બે સટોડિયા ઝડપાયા - પાટણ એલસીબી

પાટણમાં વર્લ્ડ કપની મેચમાં ઓનલાઈન સટ્ટો રમડતા બે જણા ઝડપાયા. પાટણ એલસીબીએ માતરવાડીમાંથી બે આરોપીની ધરપકડ કરી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

વર્લ્ડ કપની મેચમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમડતા બે સટોડિયા ઝડપાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 12:12 PM IST

Updated : Nov 6, 2023, 12:24 PM IST

વર્લ્ડ કપની મેચમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમડતા બે સટોડિયા ઝડપાયા

પાટણઃ અત્યારે દરેક જગ્યાએ ક્રિકેટ વર્લ્ડ કપનો જાદૂ છવાયો છે. ક્રિકેટ રસિકો મેચનો સ્ટેડિયમમાં અને ટીવી પર મેચનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. ક્રિકેટ પ્રેમીઓના આ ઉન્માદમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા સટોડિયાઓ પણ સક્રીય થઈ જાય છે. છેલ્લા દસકાથી ક્રિકેટ સટ્ટો ઓનલાઈન રમાડાય છે. આવો જ ઓનલાઈન સટ્ટો પાટણ શહેરના માતરવાડી વિસ્તારમાંથી બે જણ રમાડતા હતા. પાટણ એલસીબીએ બાતમીને આધારે કાર્યવાહી હાથ ધરીને બે આરોપીઓની ધરપકડ કરી છે.

સમગ્ર ઘટનાક્રમઃ માતરવાડી વિસ્તારની વિઠ્ઠલવિલા સોસાયટીના મકાન નં. 87માં વર્લ્ડ કપની મેચમાં ઓનલાઈન સટ્ટો રમાતો હતો. પાટણ એલસીબીને ખાનગી રાહે આ બાબતની બાતમી મળી હતી. એલસીબીએ સત્વરે કાર્યવાહી કરીને બે જણની ધરપકડ કરી લીધી હતી. જ્યારે ધરપકડ કરાઈ હતી ત્યારે વર્લ્ડ કપની પાકિસ્તાન વિરુદ્ધ ન્યૂઝિલેન્ડ મેચ પર ઓનલાઈન સ્પોર્ટ્સની વેબસાઈટ પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 11 મોબાઈલ, ટેબ્લેટ, વાઈફાઈ રુટર, મોબાઈલ ચાર્જર, ઈલેક્ટ્રિક બોર્ડ જેવો ઓનલાઈન સટ્ટામાં વપરાતો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે પાટણમાં રહેતા બે આરોપીઓ ઠક્કર અલ્પેશ ભાણજીભાઈ અને ઠક્કર દશરથ ઉર્ફે દીપક ભાણજીભાઈ વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ એલસીબીને વિઠ્ઠલવિલા સોસાયટીના મકાનમાં છેલ્લા એક અઠવાડિયાથી વન-ડે ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેની આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા બે ઈસમો ઓનલાઈન સટ્ટો રમાડતા મળી આવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...આર. એમ. પરમાર(P.I., પાટણ LCB)

  1. ICCએ ભારતને કહ્યુ- મેચ ફિક્સિંગને ગુનો જાહેર કરો, કાયદાના અભાવે પોલીસ બંધાયેલી
  2. વાપીમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા નામચીન બૂકીની પોલીસે ધરપકડ કરી

Last Updated : Nov 6, 2023, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.