ETV Bharat / state

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે પાટણમાં કોંગ્રેસના ધરણા - પાટણ કોંગ્રેસના ધરણા

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને આજે શુક્રવારે પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ શહેરના નવજીવન ચાર રસ્તા પાસે પ્રતિક ધરણા યોજીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે પાટણમાં કોંગ્રેસના ધરણા

author img

By

Published : Jun 11, 2021, 5:21 PM IST

  • પાટણમાં કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ
  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે વિરોધ પ્રદર્શન
  • પાટણ, રાધનપુર અને સિદ્ધપુરના ધારાસભ્યની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું

પાટણ : વૈશ્વિક કોરોના મહામારીની અસર તમામ ક્ષેત્રો ઉપર પડી છે અને ધંધા રોજગારો ઠપ્પ થયા છે. જેને કારણે દરેક વ્યક્તિ આર્થિક સંકળામણ ભોગવી રહ્યું છે. હાલમાં સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારની હાલત અત્યંત કફોડી બની છે. ત્યારે આવા કપરા સમયમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે પ્રજામાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શુક્રવારે કોંગ્રેસ દ્વારા દેશ પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનને પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ સમર્થન આપ્યું હતું.

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે પાટણમાં કોંગ્રેસના ધરણા
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે પાટણમાં કોંગ્રેસના ધરણા

વિરોધ પ્રદર્શનમાં Social distance નો જોવા મળ્યો અભાવ

શહેરના નવજીવન ચાર રસ્તા નજીક પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય પ્રભુ દેસાઈની આગેવાનીમાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ પ્રતિક ધરણા યોજી સરકાર સામે દેખાવો કર્યા હતા અને પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો દૂર કરવા સૂત્રોચ્ચારો કર્યા હતા. કોંગ્રેસ આગેવાનો કાર્યકરો નવજીવન ચોકડી નજીક રસ્તા વચ્ચે તેમજ પેટ્રોલ પંપ પર જઇને ભારે વિરોધ દર્શાવ્યો હતો. પાટણ શહેરમાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધ પ્રદર્શન દરમિયાન આગેવાનો Social Distance નું ભાન ભૂલ્યા હોય તેમ નિયમોના ધજાગરા પણ ઉડ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.