ETV Bharat / state

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કોરોનાને લઇ હાથ અદ્ધર કર્યા - ભરતસિંહ ડાભી

પાટણ જિલ્લામાં કોરોનાની વિકટ બનેલી પરિસ્થિતિ વચ્ચે સાંતલપુર તાલુકાના ભાજપના એક કાર્યકરે પાટણ સાંસદ પાસે મદદ માગી ઓક્સિજન, રેમડેસીવીર ઇન્જેક્શન અને યોગ્ય સારવાર માટે અરજ કરતા આ બન્ને વચ્ચે થયેલી વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં પાટણ સાંસદે હાથ અદ્ધર કરી વડાપ્રધાનના વતન વડનગરમાં પણ માણસો મરી રહ્યા હોવાનું જણાવતાં આ કથિત ઓડિયો ક્લિપે ભારે ચર્ચા જગાવી છે.

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કોરોનાને લઇ હાથ અદ્ધર કર્યા

author img

By

Published : May 1, 2021, 10:02 PM IST

Updated : May 1, 2021, 10:15 PM IST

  • પાટણ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની કથિત ઓડિયો થયો વાઈરલ
  • સાંતલપુર તાલુકાના ભાજપના કાર્યકર અને સાંસદની વાતચીતનો ઓડિયો થયો વાઇરલ
  • ઓક્સિજન વગર વડાપ્રધાનના વતનમાં માણસો મરે છે
  • મુખ્યપ્રધાન ઓક્સિજન આપી શક્યા ?કોઈનાથી કઈ થાય તેમ નથી: સાંસદ

પાટણઃ જિલ્લાના સાંતલપુર તાલુકાના ભાજપના લાલજી પટેલ નામના કાર્યકરે પાટણના સાંસદ ભરત ડાભી સાથે ટેલિફોનિક વાતચીત કરી વિસ્તારમા કોરોના મહામારીનો ચિતાર રજૂ કર્યો હતો. જેમાં કાર્યકરે જણાવ્યું હતું કે, સાંતલપુર પંથકમાં કોરોનાથી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે, ઓક્સિજન કે યોગ્ય સારવાર મળતી નથી, પ્રજા દયનીય સ્થિતિમાં મૂકાઈ છે, કાર્યકરો પ્રજા સમક્ષ જાય ત્યારે અનેક સવાલો ઊભા થાય છે.

આ પણ વાંચોઃ ઓડિયો ક્લિપ વાઇરલ મુદ્દોઃ ધારાસભ્ય અરવિંદ રૈયાણી કહ્યું- હું પોલીસ ફરિયાદ કરીશ

કથિત ઓડિયો ક્લિપ વાયરલ

વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં કાર્યકર બોલી રહ્યા છે કે, સાંસદ તરીકે તમારે આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ, રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ આ મહામારીમાં પણ સતત લોકો વચ્ચે રહેતા લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. કાર્યકરના પ્રશ્નના જવાબમાં સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વતન વડનગરમાં પણ ઓક્સિજન વગર લોકો ટપોટપ મરી રહ્યા છે, હોસ્પિટલમાં જાઓ એટલે મોત મળે છે.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કામગીરી સામે પણ સાંસદે સવાલો ઉઠાવ્યા

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કામગીરી સામે પણ સાંસદે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, મુખ્યપ્રધાન ઓક્સિજન આપી શક્યા? કોઈનાથી કઈ થાય તેમ નથી સરકારે સાંસદોની ગ્રાન્ટ પણ બંધ કરી દીધી છે. હું પણ કોરોના પોઝિટિવ થયો હતો એટલે ત્યાં આવીને શું કરું એમ કહી પોતાની સરકાર સામે જ લાચારી પ્રગટ કરી હતી. આ કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ફરતી થતાં ભારે ચર્ચાસ્પદ બની છે.

આ પણ વાંચોઃ નર્મદા જિલ્લાના ભાજપ ઉપપ્રમુખની ઓડિયો ક્લિપ વાયરલ થતા વિવાદ

સાંસદ ભરતસિંહ ડાભીએ વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપમાં પોતાનો અવાજ હોવાનું સ્વીકાર્યું

આ કથિત ઓડિયો ક્લિપ મામલે સાંસદ ભરતસિંહ ડાભીનો ETV Bharatના સંવાદદાતાએ ટેલિફોનિક સંપર્ક કરતાં આ કથિત ઓડિયો ક્લિપમાં પોતાનો અવાજ હોવાનું સ્વીકાર્યું હતું, પાટણ જિલ્લામાં કોરોનાને લઇ ઊભી થયેલી પરિસ્થિતિ મામલે વડાપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાન અને લેખિતમાં પત્ર લખી રજૂઆતો કરી છે.

Last Updated : May 1, 2021, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.