પાટણમાં ડમ્પરની ટકકરે બાઈક પર સવાર અઢી વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. શહેરમાં આવેલ નવજીવન ચારરસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો.જેમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી બાઈક પર પરત ફરી રહેલા દિયર, ભાભી અને મહિલાના અઢી વર્ષના બાળકને અકસ્માત નડ્યો હતો.
ઘટનામાં ડમ્પર ચાલકની લાપરવાહીના કારણે બાઈકને પાછળથી ટક્કર મારતા માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત મહિલા અને પુરુષને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.