પાટણઃ જિલ્લા સહિત રાજ્યમાં વધી ગયેલી નાર્કોટિક્સની બંધીને નાથી ગુજરાતને નશામુક્ત કરવા પોલીસ દ્વારા અભિયાન ચલાવી વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પાટણ એસ.ઓ.જી. પોલીસ મહેસાણા-પાટણ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. એ સમયે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગાડી નંબરમાં એક શખ્સ ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યો છે.
પાટણ એલઆઈબી, પીઆઇ, એસઓજી, પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા હાઇવે માર્ગ પર વોચ ગોઠવી ગાડી આવતા તેની ઊભી રાખી તલાસી લેતા આરોપી ભટેસરિયા ભરત જેણાજી પાસેથી રૂપિયા 9,8470ની કિંમતનો 9 કિલો 847 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે તેની ધરપકડ કરી હતી અને ગાડી, એક મોબાઇલ મળી કુલ રૂ 2,03,470નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગાંજાની હેરાફેરી સાથે સંકળાયેલા શેખ મુન્નાભાઈ તથા મકરાણી શાહરુખ ખાન ગુલામનબી સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.