ETV Bharat / state

Patan News: ધીણોજમાં પ્રાચીન વાવ પર કબજો કરાતા ગામ લોકોનો વિરોધ - over ancient wav in Dhinoj

પાટણમાં આવેલા ધીણોજમાં પ્રાચીન વાવ પર કબજો કરી લેવામાં આવ્યો છે. જેને લઇને ગામ લોકોએ વિરોધ કર્યો છે.નિવૃત્ત સરકારી કર્મચારીએ ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હોવાનું ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે.

ગામ લોકોનો વિરોધ
ગામ લોકોનો વિરોધ
author img

By

Published : Apr 25, 2023, 2:27 PM IST

ગામ લોકોનો વિરોધ

પાટણ: પાટણ જિલ્લાના ધીણોજ ખાતે આવેલ લક્કડનાથ મહારાજની સમાધિ, રામદેવપીરનું મંદિર અને વર્ષો જૂની પ્રાચીન વાવ ઉપર નિવૃત્ત સરકારી કર્મચારીએ ગેરકાયદેસર રીતે કબજો જમાવી ગામલોકોમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે. ધીણોજ ગામ લોકો દ્વારા કથિત ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આક્ષેપ કરી રજૂઆત: આ કલેકટરને રજૂઆત ધીણોજના ગામ લોકો દ્વારા અપાયેલ આવેદનપત્રમાં આક્ષેપ કરી રજૂઆત કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, સરકારમાં ગૌચરની જમીન ઉપર નોંધાયેલ આ બંને મંદિરો તથા પ્રાચીન વાવ ઉપર નિવૃત્ત સરકારી કર્મચારી ચંદુગીરી હીરાગીરી ગોસ્વામી એ પોતાના સરકારી કામકાજના અનુભવો તથા ઓળખાણનો દુરુપયોગ કર્યો છે. સમગ્ર ગામને અંધારામાં રાખી સને 1978 ના ગૌચર જમીનના હુકમ પ્રાપ્તિનો આધાર કાયદાના ઓથા નીચે જે તે સમયે સરકારી અધિકારી બાબુઓને પાછલા બારણે વ્યવહાર આપી આ જગ્યા ઉપર ગેરકાયદેસરનો અડીંગો જમાવ્યો છે. ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે.

આ પણ વાંચો Patan Police: પાટણ પોલીસે 1 લાખની ચોરીના 33 મોબાઈલ અરજદારોને પરત કર્યા

તપાસ માટે માંગ: સમાધિ સ્થળના પવિત્ર સ્થાનમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. જે વરસાદી પાણીના નિકાલના તમામ માર્ગો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જે મામલે ગામ લોકો દ્વારા ચંદુગીરી ગોસ્વામી અને તેમના પરિવારજનોને જાણ કરતા ખોટી ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપે છે. આ બંને મંદિરો અને પ્રાચીન વાવ એ સાર્વજનિક સ્થળો છે. પરંતુ કાયદાનો દુરુપયોગ કરી કબજો જમાવ્યો છે.આ જગ્યા ખરેખર પુરાતત્વ વિભાગના કબજામાં હોવી જોઈએ. સોલંકી વંશની આ વાવને હાલ પૂરી દેવાનું ગેરકાયદેસર કૃત્ય કરી રહેલા છે. જેથી સમગ્ર ધીણોજના ગામ લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. સરકાર અને પુરાતત્વ વિભાગ દ્વારા આ વાવના પથ્થરોનો અભ્યાસ કરવામાં આવે તો હજારો વર્ષ જૂની વાવ હોવાનું સાબિત થાય તેમ છે.

આ પણ વાંચો Water Crisis in Patan : પાટણ નગરપાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ, કયા અધિકારી ઝપટે ચડ્યાં જૂઓ

તપાસ માટે માંગ: આ સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી ધીણોજ ગામ લોકોએ માંગ કરી છે. કહેવાય છે કે, લક્કડનાથ મહારાજની સમાધી અને રામદેવપીરનું મંદિર છેલ્લા 125 વર્ષ કરતા વધુ સમયથી અસ્તિત્વ ધરાવે છે. આ ગામ લોકો તેને સાર્વજનિક માની અત્યાર સુધી સેવા પૂજા કરતા આવ્યા છે. ત્યારે તેના ઉપર આ રીતે ગેરકાયદેસર રીતે જણાવવામાં આવેલ કબજો કેટલા અંશે વ્યાજબી કહેવાય. એ પ્રશ્ન ઊભો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.