ETV Bharat / state

Khodal Dham Patotsav: પાટણ વાસીઓને ખોડલ ધામ પાટોત્સવમાં સહભાગી થવા નરેશ પટેલનુ આમંત્રણ - ખોડલધામ મંદિરના પાંચમા પાટોત્સવ

ઊંઝા રોડ પર હાસાપુર નજીક આવેલા ખોડાભા હોલ ખાતે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના પાંચમા પાટોત્સવ પ્રસંગે શ્રી ખોડલધામ મંદિરના પ્રણેતા નરેશ પટેલ પાટણ જિલ્લાના વિવિધ સમાજના લોકોને આમંત્રણ આપવા માટે ખાસ હાજર રહ્યા હતા અને તમામ લોકોને પાટોત્સવમાં (Khodal Dham Patotsav) ઉપસ્થિત રહેવા આમંત્રણ (Invitation to Patan residents) પાઠવ્યું હતું, ત્યારે વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા નરેશનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Khodal Dham Patotsav: પાટણ વાસીઓને ખોડલ ધામ પાટોત્સવમાં સહભાગી થવા નરેશ પટેલનુ આમંત્રણ

author img

By

Published : Dec 17, 2021, 10:31 AM IST

પાટણ : રાજકોટના કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરના પાંચમા પાટોત્સવ (Khodal Dham Patotsav) પ્રસંગે શ્રી ખોડલધામ મંદિરના પ્રણેતા નરેશ પટેલ ઉત્તર ગુજરાતના લોકોને આ પાટોત્સવમાં હાજરી આપી માતાજીના દર્શન કરવા માટે ભાવ ભર્યું આમંત્રણ (Invitation to Patan residents) આપવા માટે નીકળ્યા છે, ત્યારે સવારે મહેસાણા જિલ્લાની મુલાકાત બાદ નરેશ પટેલ પાટણ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ સંડેર ગામમાં સંડેરી માતાજીના મંદિરમાં જઇને માતાજીના દર્શન કર્યા હતા, અને ત્યાર બાદ પાટણ ખાતેના ખોડાભા હોલ ખાતે જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Khodal Dham Patotsav: પાટણ વાસીઓને ખોડલ ધામ પાટોત્સવમાં સહભાગી થવા નરેશ પટેલનુ આમંત્રણ

હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી

કાર્યક્રમની શરૂઆતમાં હેલિકોપ્ટર દૃર્ઘટનામાં શાહિદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, ત્યારબાદ દરેક સમાજના આગેવાનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા હાજર રહીને નરેશ પટેલનું સાફો ,તલવાર, પટોળા ,રાણીની વાવની સ્મૂતી ,ફુલહાર સહિતની મોમેન્ટો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

નરેશ પટેલે ખોડલધામના પાટોત્સવમાં હાજર રહેવા આપ્યું આમંત્રણ

આ પ્રસંગે ઉપસ્થિત નરેશ ભાઈ પટેલ દ્વારા દરેક સમાજના અગ્રણીઓને કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરના પાંચમા પાટોત્સવમાં માતાજીના દર્શન માટે હાજર રહેવા માટે ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં સંસ્કૃતિક કાર્યક્રમો ,મેડિકલ કેમ્પ ,મેઘ પટેલ સહિત વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં 2 થી 3 હજાર લોકો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:

Naresh Patel to join Politics : સમાજ કહેશે તો રાજકારણમાં જોડાઈશ

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાની કંપનીમાં અઠવાડિયાનું સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કર્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.