ETV Bharat / state

પાટણમાં નંદોત્સવની કરાઇ ઉજવણી - Nandotsav

પાટણમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ ઉજવણી  કર્યા બાદ બીજા દિવસે વિવિધ મંદિરોમાં નંદ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન કૃષ્ણને પરિણામ ઝૂલાવવામાં આવ્યા હતાં અને ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

પાટણમાં નંદોત્સવની કરાઇ ઉજવણી
પાટણમાં નંદોત્સવની કરાઇ ઉજવણી
author img

By

Published : Aug 31, 2021, 7:56 PM IST

● વિવિધ મંદિરોમાં નંદોત્સવની ઉજવણી
● નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે મંદિરો ગૂંજી ઊઠ્યાં
● ઘરોમાં પણ શ્રદ્ધાળુઓએ કરી નંદોત્સવની ઉજવણી

પાટણ શહેરમાં ઠેર-ઠેર જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કારાવાસમાં જન્મેલા કૃષ્ણને વાસુદેવ છાબડામાં લઇ મૂશળધાર વરસાદ વચ્ચે યમુના નદી પાર કરી ગોકુળમાં નંદબાબાના ઘરે સહીસલામત પહોંચાડ્યા હતાં ત્યારથી શ્રાવણ વદ નોમ અને પારણાં એટલે કે નાંદોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જેને લઈને મંગળવારે પાટણ શહેરના વૈષ્ણવ મંદિરો અને કૃષ્ણ મંદિરોમાં નંદોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મંદિરોમાં ભગવાનને પારણામાં ઝૂલાવી છપ્પનભોગ ધરાવવામાં આવ્યાં હતાં ત્યારે ભક્તોએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના નાદ સાથે વાતાવરણ ગુંજવી મૂકયું હતું. વિવિધ ઘરોમાં પણ લોકોએ પરિવાર સાથે નંદ ઉત્સવની ઉજવણી કરી હતી.

ભક્તોએ ભગવાનના બાળ સ્વરૂપને લાડ લડાવવાનો ભાવ પ્રગટ કર્યો હતો
લીમ્બચ માતાના મંદિરમાં મહિલાઓએ રાધાકૃષ્ણ ગોપીના વેશમાં ગરબાની ઝમઝટ મચાવી શહેરના સાલવિવાડા વિસ્તારમાં આવેલ લીંબચ માતાના મંદિર ખાતે નંદોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રદ્ધાળુ ભક્તોએ ભગવાનના બાળ સ્વરૂપને લાડ લડાવવાનો ભાવ પ્રગટ કર્યો હતો અને રાધાકૃષ્ણના અને ગોપીઓના વેશમાં સજ્જ થઈ ગરબે રમતાં સમગ્ર વાતાવરણ નંદોત્સવના રંગે રંગાઇ ગયું હતું. આમ પાટણમાં જન્માષ્ટમી બાદ નંદોત્સવની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી.

આ પણ વાંચોઃ જાણો, અમદાવાદમાં જુદા-જુદા કૃષ્ણ મંદિરમાં કેવી રીતે ઉજવાશે જન્મોત્સવ...

આ પણ વાંચોઃ દ્વારકા જગત મંદિર ખાતે કોરોના ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.