પાટણ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી (rains in patan )થઈ છે. સોમવારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો ને વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતાં લોકોએ ગરમી અને બફારાથી રાહત (Monsoon 2022) મેળવી હતી. પાટણમાં હવામાન અપડેટ (Weather Update in Patan )વાત કરીએ તો પાટણ જિલ્લાના 5 તાલુકાઓમાં 1 એમએમથી લઈને 17mm સુધીનો વરસાદ નોંધાતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી પ્રવર્તી છે.
આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથજીની જળયાત્રાના એક દિવસ પહેલાં મેઘરાજાએ આ રીતે કર્યો જળાભિષેક
ઘટાટોપ કાળા ડિબાંગ વાદળો - પાટણ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતાં. ત્યારે સોમવારે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં ઘટાટોપ કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતાં. વીજળીના તેજ લિસોટા તેમજ ભડાકા સાથે ધોધમાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા વરસાદી પાણી (rains in patan )માર્ગો ઉપર ફરી વળ્યું હતું. વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં તો બીજી તરફ સાર્વત્રિક વરસાદને પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી હતી. તો નાના બાળકોએ પ્રથમ વરસાદમાં નહાવાનો આનંદ માણ્યો હતો. આ સાથે ચોમાસુ 2022નું આગમન (Monsoon 2022) થઇ ચૂક્યું છે.
આ પણ વાંચોઃ સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, શહેરીજનોને ગરમીમાંથી મળી મુક્તિ
વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો - પાટણ જિલ્લામાં સમયસર મેઘ મહેર (rains in patan )થતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. જિલ્લાના પાટણમાં 1 mm, રાધનપુર તાલુકામાં 17 mm,શંખેશ્વર તાલુકામાં 4 mm,સરસ્વતી તાલુકામાં 3mm, અને સિદ્ધપુર તાલુકામાં 2 mm વરસાદ (Monsoon 2022) નોંધાયો છે. જ્યારે ચાણસ્મા સમી સાંતલપુર અને હારીજ તાલુકો કોરા રહ્યાં હતાં.