પાટણઃ સાંસદ ભરત ડાભીએ મેળાને વિધિવત રીતે ખુલ્લો મુક્યો હતો. વરાણા ગામે વર્ષો જૂનું મા ખોડિયારનું મંદિર આવેલું છે. મંદિરના ઇતિહાસ પાછળ અનેક પૌરાણીક કથાઓ પ્રમાણે ખોડિયાર માં સૌરાષ્ટ્ર તરફ જતા અહીં રોકાયા હતા અને અહીજ તેઓ એ મુકામ કર્યો હતો ત્યારથી વરાણા વઢિયાર પંથકનું એક આસ્થાનું કેન્દ્ર બની ગયુ છે. ખાસ કરીને આહીર સમાજના આરાધ્ય દેવ છે. સમગ્ર ગુજરાતમાંથી શ્રધ્ધાળુઓ આસ્થા સાથે આવે છે, તો અનેક લોકો આ મેળામાં રોજગારી માટે આવે છે.
પંદર દિવસ ચાલનારા આ મેળામાં પાટણ, વઢિયાર,વાગડ,સહિત સમગ્ર ગુજરાતમાંથી લોકો દર્શન માટે આવે છે, તો મેળામાં મનોરંજનની સાથે સાથે ખાણી પીણીના સ્ટોલ અને ઘરવખરીના સરસમાનનું બજાર ભરાય છે.