પાટણઃ વૈશ્વિક કોરોના મહામારીને (Corona epidemic)લઈને સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ કરી વિદ્યાર્થીઓને ઘેર બેઠા ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવતું હતું. આ સમયગાળા દરમિયાન સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના (Mid day meal plan)અંતર્ગત ઘરે અનાજનું વિતરણ કરવામાં આવતું હતું ત્યારે હવે કોરોના સંક્રમણ હળવું થતાં સરકાર દ્વારા તબક્કાવાર શાળા( Nutritious food for children)કોલેજોમાં સો ટકા હાજરી સાથે વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા દેખાઈ રહી છે. અગાઉના વર્ષોની જેમ સરકારી શાળાઓમાં બપોરના સમયે બાળકોને અપાતું મધ્યાહન ભોજન ફરી શરૂ કરવામાં આવે તેવી માગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ વલસાડ: જિલ્લાની પ્રાથમિક શાળામાં મેનુ મુજબ નથી અપાતું મધ્યાહ્ન ભોજન
મધ્યાહન ભોજન યોજના
પાટણ જિલ્લામાં 820 મધ્યાહન ભોજન કેન્દ્રો કાર્યરત છે. જેમાં 2,577 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. સરકારી શાળાઓમાં ધો.1થી 5માં 12,438 અને 6 થી 8 માં 56,288 વિદ્યાર્થીઓ મળી કુલ 68,722 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. સરકારી શાળાઓમાં ગરીબ અને શ્રમિક પરિવારના બાળકો અભ્યાસ કરવા આવે છે. તેઓના માતાપિતા સવારે મજૂરીએ જાય છે ત્યારે બાળકોને બપોરના સમયે ભૂખ્યાં રહેવું પડે છે. હવે શાળામાં જ મધ્યાન ભોજન યોજના અંતર્ગત બાળકોને બપોરે ભોજન મળી રહે તેવું વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યાં છે.
આ પણ વાંચોઃ અન્નદાતા-અન્નપુર્ણા શિક્ષકઃ જાતે શાકભાજી વાવી મધ્યાહન ભોજનમાં પીરશે છે પૌષ્ટિક આહાર