ETV Bharat / state

પાટણમાં માસ્ક પહેર્યા વગર ખરીદી માટે આવનાર ગ્રાહકને વેપારીઓ ચીજવસ્તુઓ નહી આપે - પા

પાટણ શહેરના બજારમાં માસ્ક પહેર્યા વગર ખરીદી કરવા આવનાર કોઈપણ વ્યક્તિને કોઈ પણ વેપારી માલ-સામાન આપશે નહીં. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા ઉપરાંત સ્વૈચ્છીક રીતે જરૂરી તકેદારી રાખવા જિલ્લા કલેક્ટર દ્વારા પાટણ વેપારી મહામંડળ સાથે યોજવામાં આવેલી બેઠકમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના અનેક મુદ્દાઓ અંગે સર્વસંમતિથી વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

પાટણમાં માસ્ક પહેર્યા વગર ખરીદી માટે આવનાર ગ્રાહકને વેપારીઓ માલ નહી આપે

author img

By

Published : May 13, 2020, 8:06 PM IST

પાટણ: જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પાટણ વેપારી મહામંડળ સાથે યોજાયેલી બેઠકમાં માસ્ક પહેર્યા વગર ખરીદી કરવા આવનાર ગ્રાહકોને માલ-સામાન ન વેચવા નિર્ણય કરવામાં આવ્યો હતો. તો સાથે સાથે ખરીદી કરવા આવનાર પરિવારના એકથી વધુ વ્યક્તિ તથા 10 વર્ષથી નાના બાળકોને સાથે લઈ આવનાર વ્યક્તિને પણ માલ-સામાનનું વેચાણ ન કરવા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.

વેપારી મહામંડળના હોદ્દેદારો સાથે વાત કરતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, લોકડાઉનના સમયમાં વેપારીઓનો સારો સહયોગ મળ્યો છે, ત્યારે આગામી સમયમાં પણ તમામ વેપારીઓના સહયોગથી સામાજિક અંતરની યોગ્ય વ્યવસ્થા સાથે ખરીદ-વેચાણ થાય તે જરૂરી છે.

વેપારીઓને પડી રહેલી હાલાકીને સમજી માત્ર આદેશ નહીં પરંતુ દ્વિપક્ષિય વિચારણા બાદ સર્વાનુમતે નિર્ણય લઈ શકાય તે માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વેપારી મહામંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને વેપારી મહામંડળ વચ્ચે સીધા સંવાદ દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લેવામાં આવેલા વિવિધ પગલાઓને અમલમાં મૂકવા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.