- મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું કરાયુ આયોજન
- પ્રથમ દિવસે 200થી વધુ બ્લડ યુનિટ થયું એકત્ર
- બે દિવસમાં 500થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવાનો નિર્ધાર
પાટણઃ શહેરમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબો ગુજરાતમાં આગવું નામ ધરાવે છે, ત્યારે શહેર ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ પાટણમાં દર્દીઓ પોતાના આરોગ્યની સારવાર માટે અહીં આવે છે, ત્યારે આવા દર્દીઓને સરળતાથી રક્ત મળી રહે અને સંકટ સમયે લોકોની અમૂલ્ય જિંદગી બચી શકે તેવા હેતુથી મુસ્લિમ સમાજના મહેબૂબ ખાન બલોચ અને તેમના મિત્રોના સહયોગથી પાટણમાં ખાન સરોવર દરવાજા નજીક ગુલશન નગર પાસેની એન બી સૈયદ હાઈસ્કૂલમાં બે દિવસીય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રક્તદાન કેમ્પ બે દિવસ સુધી ચાલશે
આ કેમ્પને વિધિવત રીતે હિન્દૂ અને મુસ્લિમ આગેવાનોએ ખુલ્લો મુક્યો હતો. જેમાં પ્રથમ દિવસે 200થી વધુ બોટલ બ્લડ યુનિટ એકત્ર થયુ હતું. મુસ્લિમ સમાજ દ્વારા યોજવામાં આવેલો આ મેગા રક્તદાન કેમ્પ બે દિવસ સુધી ચાલશે.
એકત્ર થયેલું બ્લડને બ્લડ બેન્કમાં સુપ્રત કરાશે
આ કેમ્પમાં 500 થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવાનો નિર્ધાર કરાયો છે. સવારે 10 થી 5 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેશે. આ મેગા રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલું બ્લડ યુનીટ ધારપુર હોસ્પિટલ, રેડ ક્રોસ બ્લડ બેંક અને એચ કે બ્લડ બેન્કને સુપ્રત કરવામાં આવશે.