ETV Bharat / state

બનાસકાંઠામાં પતિની હત્યા બાદ પત્નીએ એવો પ્લાન કર્યો કે 15 દિવસ પોલીસ ગોથે ચડી - BANASKANTHA CRIME NEWS

બનાસકાંઠાના વડગામ તાલુકાના બસુ ગામે થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી કાઠ્યો છે. જેમાં પત્ની એ જ તેના પતિની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.

બનાસકાંઠાના બસુ ગામે થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો
બનાસકાંઠાના બસુ ગામે થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2024, 7:31 PM IST

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં સાત ભવ સાથે રહેવાનું વચન આપનાર પત્ની જ પતિની હત્યારી બની હોવાની ઘટના સામે આવી છે. જોકે પહેલા હત્યાને અકસ્માતમાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે આખરે 15 દિવસ બાદ આ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે પત્નીને ઝડપી લીધી છે. કેમ પત્ની જ પતિની હત્યારી બની? કઈ રીતે ગરીબ પરિવારના બે બાળકો નિરાધાર બન્યા? અને આખાય ગરીબ પરિવારનો માળો વિખેરાયો સાથે જ પત્નીએ હત્યાને કઈરીતે અંજામ આપ્યો? સમગ્ર માહિતી જાણો આ અમારા વિશેષ અહેવાલમાં..

શું છે સમગ્ર ઘટના: વાત છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા બસુ ગામની જ્યાં ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા શ્રવણજી ઠાકોરની 11 ડિસેમ્બરના રોજ ગળે ટૂંપો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અને તપાસ માટે પહોંચેલી છાપી પોલીસને પત્નીએ પતિએ આપઘાત કરી લીધો હોવાની જાણકારી આપી હતી. ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠાના બસુ ગામે થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો (Etv Bharat Gujarat)

પીએમ રિપોર્ટમાં હત્યા થયાનો ખુલાસો: પરંતુ પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ શ્રવણજી ઠાકોરના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા અને ગળે ટૂંપો આપીને મોત નીપજાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે પોલીસે પીએમ રિપોર્ટમાં હત્યા થયાનું સામે આવતા જ છાપી લોકલ પોલીસ, એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડની અલગ અલગ સાત ટીમો બનાવીને હત્યારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને 15 દિવસની તપાસના અંતે આખરે પોલીસ હત્યારા સુધી પહોંચી હતી.

ઘર કંકાશનથી કંટાળી હત્યા કરી: જોકે પોલીસને જ્યારે હત્યારાની જાણ થઈ ત્યારે પોલીસ ખુદ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે સાત જન્મ જેને સાથે જીવવા મરવાના વચનો આપ્યા હતા. તેજ પત્ની પોતાના પતિની હત્યારી નીકળી હતી. પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલી પત્ની રેખા ઠાકોરે ઘર કંકાસના કારણે પતિની હત્યા કરી હોવાની કબુલાત કરી લીધી હતી. પત્નીએ કહ્યું કે, 'રોજ રોજના ઝઘડા અને ઘર કંકાશથી તે કંટાળી ગઈ હતી. જેના કારણે પતિ શ્રવણજી ઠાકોરના માથાના ભાગે પહેલા દાતરડાથી વાર કર્યો અને ત્યારબાદ તે અર્ધબેભાન થઈ જતા ખાટલાની દોરી વડે ગળે ટૂંપો આપી હત્યાને અંજામ આપ્યો છે.'

પત્ની રેખા ઠાકોરે પહેલા તો પતિની હત્યાને અકસ્માત એટલે કે આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. આખરે પત્ની ખાખીના સકંજામાં આવી ગઈ છે. પોલીસે પત્નીની હાલ તો ધરપકડ કરી લીધી છે. અને તેના રિમાન્ડ માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. મોરબીમાં પ્રેમ સંબંધે લગ્નના સંબંધને લોહીથી રંગ્યો પતિ-પત્ની અને વો જેવો કિસ્સો
  2. સુરતમાં 12 પાસ બોગસ મહિલા ડોક્ટર ઝડપાઈ, 10 પાસ ડોક્ટર સાથે મળીને ક્લિનિક ચલાવતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.