જૂનાગઢ: ગીર વિસ્તારમાં વાણીયા વાવથી સાસણ સુધીના એક કિલોમીટરના માર્ગ પર વન્યજીવ પ્રાણી અને વાહનો વચ્ચે સંભવિત અકસ્માતોને અટકાવવા માટે ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ (Gir speed monitoring system) કાર્યરત થઈ છે. આ સિસ્ટમથી વાહન ચાલકોને માર્ગમાં આવતા વન્યજીવ પ્રાણીની માહિતી તરત જ મળી રહેશે.
ઉપરાંત વન્યજીવની અવરજવરના સમયે વાહનની ગતિ મર્યાદા મર્યાદિત રાખવી આવા તમામ સૂચનો તેમજ દિશા નિર્દેશો સ્પીડ મોનિટરિંગ સિસ્ટમદ્વારા પુરા પાડવામાં આવી રહ્યા છે. સમગ્ર સિસ્ટમ સાસણમાં આવેલા ગીર હાઇટેક મોનિટરિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવી છે. અહીંથી માર્ગ પરની રજેરજની માહિતી મોનિટર સેન્ટરમાં રજીસ્ટર થાય છે.
ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ: છેલ્લા 6 મહિનાથી આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. ગીરના વાણીયા વાવ અને સાસણ વચ્ચેના એક કિલોમીટરના અંતરમાં કે જ્યાં સિંહ સહિત તમામ વન્યજીવ સતત જોવા મળે છે, તે માર્ગ પર વાહન અને વન્યજીવો વચ્ચે સંભવિત અકસ્માત ટાળી શકાય તે માટે ખાસ સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ (GSMS) કાર્યરત કરવામાં આવી છે જેને સાસણ ગીર હાઈટેક મોનિટરિંગ સિસ્ટમ (GHMS) સાથે જોડવામાં આવી છે.
![સંભવિત અકસ્માતોને અટકાવવા માટે ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-12-2024/gj-jnd-04-gsms-vis-01-byte-01-pkg-7200745_26122024153245_2612f_1735207365_966.jpg)
![સંભવિત અકસ્માતોને અટકાવવા માટે ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-12-2024/gj-jnd-04-gsms-vis-01-byte-01-pkg-7200745_26122024153245_2612f_1735207365_151.jpg)
GHMS સિસ્ટમ કોઈ પણ વન્યજીવની રોડ પર હાજરીની વિગતો સેન્સર દ્વારા માર્ગ પરથી પસાર થઈ રહેલા પ્રત્યેક વાહન ચાલકને આપે છે. વધુમાં કોઈ પણ વાહન ચાલક નિર્ધારિત કરેલી વાહનની ગતિ મર્યાદા કરતા વધારે ગતિથી વાહન હંકારતા હશે તો તેવા વાહનોને પણ આ સિસ્ટમ દ્વારા પકડવામાં સરળતા થશે.
![ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-12-2024/gj-jnd-04-gsms-vis-01-byte-01-pkg-7200745_26122024153245_2612f_1735207365_185.jpg)
![ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-12-2024/gj-jnd-04-gsms-vis-01-byte-01-pkg-7200745_26122024153245_2612f_1735207365_646.jpg)
આધુનિક સાધનોથી સુસજ્જ છે મોનિટરિંગ સિસ્ટમ: GSMS આધુનિક સિસ્ટમ સાથે સજ્જ અને ખાસ રાત્રિના સમયે પણ સચોટ વિગતો આપી શકે તે પ્રકારના સંસાધનોથી બનાવવામાં આવી છે. જેને ગીરના પાયલોટ પ્રોજેક્ટ તરીકે પણ માનવામાં આવે છે. GSMS માં સેન્સર આધારિત કેમેરા અને અન્ય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રાણીઓની જાણકારી મળે તે માટે GSMS માં 16 થર્મલ ઓપ્ટિકલ કેમેરા ખાસ ઉપયોગમાં લેવામાં આવ્યા છે. તેની સાથે PTZ 8 કેમેરા, ANPR 4, સ્પીડ રડાર 4, સ્ટ્રેબો લાઈટ 4 અને 20 ડિસ્પ્લે યુનિટ જોડવામાં આવ્યા છે. આ તમામ સાધનો સાથે કંટ્રોલ યુનિટ કે જે સીધા સર્વેલન રૂમ સાથે જોડાઈને માર્ગ પરની વાહનો અને વન્યજીવોની ગતિવિધિને સતત નોંધી રાખવામાં મદદરૂપ બનશે. ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ મેંદરડાથી સાસણ રોડ પર લગાવવામાં આવી છે. જ્યાં વાણીયા વાવ પાસે એક ફોરેસ્ટ ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવી છે, જે સાસણ તરફ જતા 1000 મીટરના અંતર સુધી વિસ્તારથી જોવા મળે છે.
![સંભવિત અકસ્માતોને અટકાવવા માટે ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-12-2024/gj-jnd-04-gsms-vis-01-byte-01-pkg-7200745_26122024153245_2612f_1735207365_147.jpg)
વાહનોની ગતિને માપીને સૂચના આપે છે: GSMS વિસ્તારમાંથી પસાર થતા માર્ગોની ગતિને માપવાની સાથે જો કોઈ પણ વન્યજીવ માર્ગ પરથી પસાર થતું હશે તેવી સ્થિતિમાં વાહનચાલકોને સિસ્ટમ મારફતે વોર્નિંગ કે ચેતવણી પણ આપવામાં આવશે. પરિણામે કોઈપણ વાહન ચાલક આગળ વન્ય જીવ પ્રાણીની હાજરી છે તેની નોંધ કરીને પોતાનું વાહન કઈ રીતે ચલાવવું તેની વિગતો પણ આ સિસ્ટમ આપશે.
![ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-12-2024/gj-jnd-04-gsms-vis-01-byte-01-pkg-7200745_26122024153245_2612f_1735207365_20.jpg)
![ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-12-2024/gj-jnd-04-gsms-vis-01-byte-01-pkg-7200745_26122024153245_2612f_1735207365_125.jpg)
ઉપરાંત કોઈ પણ વાહન ગતિ મર્યાદા કરતા વધારે ગતિથી ચાલતું હશે તો તેને GSMS ઓટોમેટિક કેમેરા દ્વારા નંબર પ્લેટ સ્કેનિંગ કરીને આવા વાહનોની અલગથી ઓળખ કરવામાં મદદરૂપ બનશે. ગીરના પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવેલા ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ (GSMS) જંગલ વિસ્તારમાં વન્યજીવ અને વાહનોના અકસ્માતને ઘટાડવા માટે ખાસ મદદરૂપ બને તે માટે તૈયાર કરવામાં આવ્યો છે.
![સંભવિત અકસ્માતોને અટકાવવા માટે ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-12-2024/gj-jnd-04-gsms-vis-01-byte-01-pkg-7200745_26122024153245_2612f_1735207365_744.jpg)
આ પણ વાંચો: