જુનાગઢ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાછલા એક વર્ષથી શહેરીજનો રોડ, કચરો, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ અને રખડતા ઢોર સહિતની સમસ્યા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા વગર ઓન લાઈન માધ્યમથી કમ્પ્લેન કરી શકે તેવી વ્યવસ્થા શરૂ કરી હતી. ત્યારે પાછલા ત્રણ મહિનાથી WhatsApp ના માધ્યમથી કરવામાં આવતી ફરિયાદ મોબાઇલ કંપની દ્વારા સુવિધા શરૂ ન થવાને કારણે ત્રણ મહિનાથી બંધ છે, પરંતુ આ સિવાય ટેલીફોન email અને કોઈપણ વ્યક્તિ રૂબરૂ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવીને ફરિયાદ કરી શકે. આ ત્રણેય વ્યવસ્થા આજે સતત એક વર્ષથી કામ કરતી જોવા મળે છે.
જુનાગઢ મનપામાં WhatsApp થી થતી ફરિયાદ અટકી
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો તેમને પડતી સામાન્ય ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં આવ્યા વિના પોતાના ઘરેથી ઓનલાઇન માધ્યમથી ફરિયાદ કરી શકે તે માટેની વ્યવસ્થા શરૂ કરાઈ છે પરંતુ પાછલા ત્રણ મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા WhatsApp નંબર બિઝનેસ નંબરમાં પરિવર્તિત થતા તેના પર WhatsApp ના માધ્યમથી ફરિયાદ કરવામાં શહેરીજનોને મુશ્કેલી પડી રહી છે. સમગ્ર મામલામાં જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓનલાઇન ફરિયાદ શાખામાં કામ કરતા મેહુલ બાલાસે જુનાગઢ મનપાનું મોબાઈલ કાર્ડ બિઝનેસ એકાઉન્ટમાં પરિવર્તિત થતા સમગ્ર મામલામાં BSNL ની ઓફિસનો સંપર્ક કર્યો છે અને તેમને પરથી અગવડતાને લઈને ટેલીફોન કંપનીનું ધ્યાન દોર્યું છે. જેને કારણે શહેરીજનો એકમાત્ર WhatsApp ના માધ્યમથી તેમની મુશ્કેલીની ફરિયાદ કરવામાં પાછલા ત્રણ મહિનાથી અગવડતા ભોગવી રહ્યા છે.
WhatsApp સિવાય અન્ય તમામ માધ્યમો કાર્યરત
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમ્પ્લેન વિભાગમાં કામ કરતા મેહુલ બાલસે ટેલીફોનિક વિગતો આપતા જણાવ્યું હતું કે, એકમાત્ર WhatsApp દ્વારા થતી ફરિયાદ હાલ પાછલા બે ત્રણ મહિનાથી બંધ છે. આ સિવાય પાછલા એક વર્ષથી ઓનલાઇન ફરિયાદની જે સિસ્ટમ શરૂ કરાઈ છે, તેમાં ઈમેલ, ટેલીફોનિક સંપર્ક કોઈ પણ વ્યક્તિ કમ્પ્લેન શાખામાં રૂબરૂ આવીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આ સિવાય ઓનલાઇન જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ્લિકેશન છે તેમાં પણ કોઈ પણ વ્યક્તિ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આ તમામ સેવાઓ હાલ પાછલા એક વર્ષથી સંપૂર્ણ કાર્યરત છે. એકમાત્ર WhatsApp થી થતી ફરિયાદ ત્રણ મહિનાથી બંધ છે. જે ટેલીફોન બીએસએનએલ ટેલીફોન કંપની દ્વારા ફોલ્ટ રિપેર થઈ જાય તો તે પણ આવનારા દિવસોમાં શરૂ થઈ જશે.