ETV Bharat / state

પાટણમાં લોકોને જાગૃત કરવા મહાનુભાવોની પ્રતિમાઓને મુખ પર માસ્ક પહેરાવાયા - corona virus in patan

પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા કોરોના વાઇરસ સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં લઈને એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં શહેરના વિવિધ માર્ગો પર પ્રસ્થાપિત કરેલા મહાનુભાવોની પ્રતિમાઓના મુખ પર માસ્ક પહેરાવી જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે.

પાટણમા લોકોને જાગૃત કરવા મહાનુભાવોની પ્રતિમાના મુખ પર માસ્ક પહેરાવાયા

author img

By

Published : May 7, 2020, 3:40 PM IST

પાટણ: સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા કોરોના વાઇરસના સંક્રમણ વિશે લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે પાટણ નગરપાલિકા દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા લોકોને માસ્ક તેમજ તેને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવે છે. તેમજ મોઢે માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા, કામ સિવાય ઘરની બહાર ન નીકળવું વગેરે જેવી સૂચનાઓ વારંવાર આપવામાં આવે છે. ત્યારે પાટણમાં આ રોગને લઈને નગરપાલિકા દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો.

પાટણમા લોકોને જાગૃત કરવા મહાનુભાવોની પ્રતિમાના મુખ પર માસ્ક પહેરાવાયા

શહેરના બગવાડા દરવાજા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર, રાજા સિદ્ધરાજ જયસિંહ, સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ જેવા મહાનુભાવોની પ્રતિમાઓના મુખ પર માસ્ક પહેરાવી લોકો ફરજિયાતપણે માસ્ક પહેરે તેવો સંદેશો નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.