ETV Bharat / state

પાટણમાં વકીલોનો વિરોધ, સરકારે તલાટીઓને એફિડેવિટ કરવાની સત્તા આપતા બાર એસોસિએશને આપ્યું આવેદન - લેટેસ્ટ ન્યુઝ ઓફ પાટણ

ગુજરાત સરકાર દ્વારા તલાટીઓને 22 પ્રકારના એફિડેવિટ કરવાની સત્તા આવી છે. તો બીજી તરફ મામલતદારોનો તકરારી નોંધ ચલાવવાનો અધિકાર રદ કરવામાં આવ્યો છે. આ મામલે પાટણ બાર એસોસિએશન દ્વારા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

પાટણમાં વકીલોનો વિરોધ, સરકારે તલાટીઓને એફિડેવિટ કરવાની સત્તા આપતા રોષે ભરાયા

author img

By

Published : Oct 8, 2020, 5:07 PM IST

પાટણ: ગુજરાત સરકાર દ્વારા તલાટીઓને 22 પ્રકારના એફિડેવિટ કરવાની સત્તા આવી છે. તો બીજી તરફ મામલતદારોનો તકરારી નોંધ ચલાવવાનો અધિકાર રદ કરવામાં આવ્યો છે. આ મામલે પાટણ બાર એસોસિએશન દ્વારા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

પાટણમાં વકીલોનો વિરોધ, સરકારે તલાટીઓને એફિડેવિટ કરવાની સત્તા આપતા રોષે ભરાયા
પાટણમાં વકીલોનો વિરોધ, સરકારે તલાટીઓને એફિડેવિટ કરવાની સત્તા આપતા રોષે ભરાયા

સરકાર દ્વારા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગ્રામીણ પ્રજાજનોને રોજ-બરોજની સેવાઓ તેમજ જરૂરી પ્રમાણપત્રો માટે તાલુકા કે જિલ્લા મથકે જવું ન પડે અને ગ્રામ્ય કક્ષાથી જ અરજદારોને વિવિધ સેવાઓ માટેના એફિડેવિટ મળી રહે તે માટે સરકારે તાલુકા મેજિસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ્ય પંચાયત તલાટી મંત્રીને પણ સત્તા આપી છે. ત્યારે આ બાબતે વકીલો દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાટણ બાર એસોસિએશનના વકીલોએ કલેક્ટર કચેરી ખાતે આવી અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, કાયદાની જોગવાઇ મુજબ એફિડેવિટ કરવાનો અધિકાર ગેજેટેડ અધિકારીને હોય છે. તલાટી વર્ગ-3 નો કર્મચારી છે. ગુજરાત સરકારે કાયદાની ઉપરવટ જઈ આ સત્તા આપી છે તે તદ્દન ગેરવ્યાજબી છે.

આ ઉપરાંત સરકારે મામલતદાર પાસેનો તકરારી નોંધ ચલાવવાનો જે અધિકાર હતો તે અધિકાર રદ કરી વકીલોના હિત વિરુદ્ધનો નિર્ણય કર્યો છે જે યોગ્ય નથી. સરકાર દ્વારા તાકીદે આ નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં વકીલો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.