ETV Bharat / state

જ્ઞાતિવાદનું રાજકારણ : ક્ષત્રિય ઠાકોર સમાજે પણ મુખ્યપ્રધાન પદની કરી માંગ - Gujarat CM

ગુજરાત વિધાનસભાની આગામી 2022 (Gujarat Assembly Election 2022 )માં યોજાનાર ચૂંટણીને લઇ જ્ઞાતિવાદનું રાજકારણ જોર પકડી રહ્યું છે. ખોડલધામમાં પાટીદાર સંમેલનમાં પાટીદાર મુખ્યપ્રધાનની માંગ બાદ સૌરાષ્ટ્રમાં કોળી સમાજે પણ પોતાના મુખ્ય પ્રધાનની માંગ બુલંદ કરી છે.ત્યારે શનિવારે ઉત્તર ગુજરાતના પાટણ ખાતે અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજે ( Kshatriya Thakor Samaj ) રાજકીય પક્ષોને મુખ્યપ્રધાન તો પોતાના જ સમાજનો જોઈએ તેવો હુંકાર કર્યો છે.

ક્ષત્રિય ઠાકોર સમાજે પણ મુખ્યપ્રધાન પદની કરી માંગ

author img

By

Published : Jun 26, 2021, 10:49 PM IST

  • વિધાનસભાની ચૂંટણીને લઈને અખિલ ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક યોજાઇ
  • આગામી ચૂંટણીમાં ગુજરાતનું મુખ્યપ્રધાન પદ્દ ઠાકોર સમાજે માંગ્યું
  • વિધાનસભાની ચૂંટણી પહેલા જ્ઞાતિવાદના રાજકારણે જોર પકડ્યું

પાટણ: ગુજરાત વિધાનસભાની આગામી 2022 (Gujarat Assembly Election 2022 )માં યોજાનારી ચૂંટણીને લઇ જ્ઞાતિવાદનું રાજકારણ જોર પકડી રહ્યું છે. ખોડલધામમાં પાટીદાર બેઠકમાં પાટીદાર મુખ્યપ્રધાનની માંગ બાદ સૌરાષ્ટ્રમાં કોળી સમાજે પણ પોતાના મુખ્યપ્રધાન ( Gujarat CM )ની માંગ બુલંદ કરી છે. ત્યારે, શનિવારના રોજ ઉત્તર ગુજરાતના પાટણ ખાતે અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજે ( Kshatriya Thakor Samaj ) રાજકીય પક્ષોને મુખ્યપ્રધાન તો પોતાના જ સમાજનો જોઈએ તેવો હુંકાર કર્યો છે.

ક્ષત્રિય ઠાકોર સમાજે પણ મુખ્યપ્રધાન પદની કરી માંગ

આ પણ વાંચો: ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ વિવાદમાં, રાજ્યસભાની ટીકિટના અભરખાનો આક્ષેપ

ઠાકોર સમાજે પણ પોતાના સમાજનો જ મુખ્યપ્રધાન માંગ્યો

પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ નવઘણજી ઠાકોરે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ, કોંગ્રેસ અને આપને મુખ્યપ્રધાન તરીકે ઠાકોર ઉમેદવારનું નામ ચૂંટણી પહેલા જાહેર કરવા હુંકાર કર્યો હતો. આ સાથે, એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો ઠાકોર સમાજને મુખ્યપ્રધાન પદ નહીં મળે તો રાજકીય પાર્ટીઓએ આ સમાજના રોષનો ભોગ બનવું પડશે.

આ પણ વાંચો: શું કોંગ્રેસમાં હાર્દિક પટેલ અને શંકરસિંહ બાપુ એક સાથે કામ કરી શકશે ?

ઠાકોર સમાજના જુદા જુદા સંગઠનનો એક મંચ પર

આ તકે ઠાકોર સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, રવિવારે અંબાજી ખાતે માઁ અંબાની પૂજા-અર્ચના કરી સંકલ્પ લઈ ચળવળ આગળ ચલાવવામાં આવશે. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં ગુજરાતમાં ચાલતા ક્ષત્રિય ઠાકોર સમાજના જુદા જુદા સંગઠનનો એકજ મંચ પર ભેગા થઈ સમાજ સંગઠીત થાય અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે મુદ્દે પણ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.