ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ગરીબ બાળકો પણ આ પર્વની ઉજવણી સારીરીતે કરી શકે તે માટે સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા બાળકોને પતંગ દોરી સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરે છે. ત્યારે પાટણમાં રાણીની વાવ રોડ પર આવેલી આંગણવાડીમાં શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ અને નગરપાલિકાના સદસ્ય મનોજ પટેલ દ્વારા 100થી વધુ બાળકોને પતંગ દોરી, ફ્રૂટ તેમજ પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાટણમાં આંગણવાડીઓ બનાવવામાં વિશેષ યોગદાન આપનાર આઈ.સી.ડી.એસ. ના ઉર્મિલા બેન પટેલનું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરના વોર્ડ નં. 1 માં આંગણવાડીમાં આવતા 21 બાળકો કુપોષિત છે. આ બાળકોને નગરપાલિકાના સદસ્ય અને તેમની ટીમના લોકો એ દત્તક લઈ તેઓને કુપોષણમાંથી બહાર લાવવની નેમ લીધી છે.