ETV Bharat / state

Patan Crime News: કારગીલ ફંડના 50 લાખ રુપિયાના ગબન મામલે કોર્ટના હુકમ બાદ પોલીસ ફરિયાદ થઈ - 7 આરોપી વિરુદ્ધ ફરિયાદ

કારગીલ શહીદોના નામે ઉઘરાવેલા ફંડના નાણાંના ગબન મામલે કોર્ટે પોલીસને ફરિયાદનો હુકમ કર્યો છે. કુલ ગબન 50 લાખ રુપિયાનું કરવામાં આવ્યું છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ. Kargil Fund 50 Lakh Rs Cheating Patan Court

કારગીલ ફંડના 50 લાખ રુપિયાના ગબન મામલે કોર્ટના હુકમ બાદ પોલીસ ફરિયાદ થઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2023, 11:01 PM IST

પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે

પાટણઃ 1999માં થયેલ કારગીલ યુદ્ધમાં શહીદોના પરિવારની મદદ માટે સમગ્ર દેશમાંથી મદદ કરવામાં આવી હતી. પાટણના નોર્થ ગુજરાત મેડિકલ એસોશિયેશન દ્વારા પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાંથી અંદાજિત 50 લાખ રુપિયાનું ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. જો કે આ ફંડને શહીદો સુધી પહોંચડવાને બદલે 7 આરોપીઓ ચાઉ કરી ગયા હતા. આ ઘટનામાં પાટણ કોર્ટે પોલીસને ફરિયાદ નોંધવા હુકમ કર્યો છે.

સમગ્ર ઘટનાક્રમઃ કારગીલ યુદ્ધમાં શહીદોના પરિવાર માટે નોર્થ ગુજરાત મેડિકલ એસોશિયેશન દ્વારા પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાંથી ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો. આ રકમ 50 લાખ જેટલી હતી. તેથી 7 આરોપીઓએ શહીદોના પરિવારને આ રકમ પહોંચાડવાને બદલે ગબન કરી નાખ્યું. 10 વર્ષ બાદ દાન આપનાર કેમિસ્ટને આ વાતની ખબર પડી. તેમણે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યુ. જો કે પોલીસે ફરિયાદ નોંધી નહીં. અરજદારે જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં અરજી કરી પણ કંઈ પરિણામ આવ્યું નહીં. તેથી અરજદાર પંકજ વેલાણી જે કેમિસ્ટ હતા અને વકાલતનો અભ્યાસ કરીને વકીલ બન્યા તેમણે ગત વર્ષે પાટણ કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થાય તે માટે અરજી કરી હતી. જેમાં આજે કોર્ટે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદનો હુકમ કર્યો હતો. જે અનુસંધાને પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.

10 વર્ષ બાદ મને જાણ થઈ કે કારગીલ ફંડના નાણાંનો દુરઉપયોગ થયો છે. તેથી મેં પોલીસ ફરિયાદ કરવાના પ્રયત્નો કર્યા પણ કંઈ નક્કર પરિણામ ન આવ્યું. તેથી મેં ગત વર્ષે પાટણ કોર્ટમાં પોલીસ ફરિયાદ થાય તે માટે અરજી કરી હતી. આજે કોર્ટે હુકમ કરતા 7 આરોપીઓ વિરુદ્ધ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. મને આશા છે કે પોલીસ તટસ્થ કાર્યવાહી કરશે...પંકજ વેલાણી(અજદાર વકીલ, પાટણ)

આરોપીના નામ

1 જયંતીલાલ પૂનમચંદ શાહ, રહે પાટણ
2 મિયાજીભાઈ વજીર ભાઈ પોલારા, રહે. પાલનપુર
3 ભરતભાઈ એમ મોદી, રહે મહેસાણા
4 મફતલાલ કે પટેલ, રહે પાલનપુર
5 સુહાસભાઈ પટેલ, રહે ડીસા
6 શંકરભાઈ કે પટેલ, રહે મહેસાણા
7 મહેસાણા કો.ઓ. બેન્કના જે તે વખતના મેનેજર, તથા બોર્ડ, રહે.મહેસાણા

  1. Patan Crime News : પાટણ SOG પોલીસે મુજપુર નજીકથી હથિયાર સાથે બે રીઢા ગુનેગારને ઝડપ્યા
  2. Patan Crime: નશામુક્તિ કેન્દ્રમાં યુવકની હત્યા કરનારા 2 ફરાર આરોપી ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.