પાટણ: શહેરમાં ઉતરાયણ પર્વ નુ અનેરૂ મહત્વ છે. પતંગ રસિયાઓ (Uttrayan 2023) જોર શોરથી આકાશી યુદ્ધ ખેલવા થનગની રહ્યા છે. પાટણ શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા ફાળવાયેલી જગ્યાઓ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો તેમજ અંતરિયાળ વિસ્તારોમાં પતંગ દોરા ના સ્ટોલ કાર્યરત થયા છે. ઉત્તરાયણને આડે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે છતાં દુકાનોમાં સામાન્ય ગ્રાહકી જોવા મળી રહી છે. અગાઉના વર્ષોમાં 15 દિવસ પહેલેથી જ શહેરની બજારોમાં પતંગ દોરીની ખરીદીનો માહોલ જામતો હતો પણ હાલમાં તોતિંગ ભાવ વધારાને કારણે ઘરાકીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
વાંસની સળીના ભાવમાં વધારો: રંગબેરંગી અને અવનવી ડિઝાઇનના પતંગોની એક કોડી રૂ.100 થી લઈને 120 રૂપિયા ના ભાવે બજારમાં વેચાઇ રહ્યા છે. જ્યારે મોટી સાઈઝના પતંગોની એક કોડી ₹200 ભાવે વેચાઈ છે. જ્યારે કાચી દોરી ના રીલ એક હજારથી લઈને પાંચ હજારવાર સુધીની રૂપિયા 140 થી લઈને 800ના રૂપિયાના ભાવે વેચાઇ રહી છે. તેવી જ રીતે 1 હજારવાર થી 5 હજારવારની તૈયાર ફિરકીઓ રૂપિયા 200 થી 1500 રૂપિયા સુધીના ભાવે વેચાઈ રહી છે. પતંગ દોરી ના ભાવ વધારા મામલે પાટણના પતંગ દોરી ના હોલસેલના વેપારી આશિષ મોદીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પતંગ બનાવવા માટેની વાંસની સળીના ભાવમાં વધારો તેમજ મજૂરી વધવાને કારણે પતંગોના ભાવમાં વધારો થયો છે તેવી જ રીતે રો મટીરીયલ ના ભાવ વધવાથી દોરીના ના ભાવમાં પણ વધારો થયો છે.
આ પણ વાંચો: Makar Sankranti 2023 : પશુ પક્ષી પ્રજાના ગળા કપાઈ એ પહેલા 108નો એક્શન પ્લાન
પતંગ ચગાવવાનું મુશ્કેલ: આ વર્ષે દોરી પતંગના ભાવમાં તોતિંગ વધારો થતાં પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનું મુશ્કેલ બની રહેશે. મોંઘવારીમાં પીસાતી સામાન્ય વર્ગ માટે ઉત્તરાયણમાં પતંગ ની મજા માણવાનું પણ મોંઘું બની રહેશે. (makar shnkrati 2023 )