ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 21 કેસ સાથે કુલ આંક 1,046 થયો - Gujarat Corona News

પાટણમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતુ જઇ રહ્યુ છે, ત્યારે સોમવારના રોજ ચાણસ્માં નગરમાં 4 અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક સાથે 7 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં 21 કેસ સાથે કુલ આંક 1,046 પર પહોંચ્યો છે અને પાટણ શહેરમાં વધુ 2 કેસ સાથે કુલ આંક 433 થયો છે.

પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 21 કેસ સાથે કુલ આંક 1,046 થયો

author img

By

Published : Aug 17, 2020, 9:38 PM IST

પાટણઃ જિલ્લામાં સોમવારના રોજ નોંધાયેલા કેસમાં પાટણ શહેરમાં સુંદરમ અને માતંગી સોસાયટીમાં એક એક કેસ નોંધાયા છે. જ્યારે ચાણસ્માં ખાતે કૃષ્ણ કુંજ સોસાયટીમાં 3, બુધિયાવાસમાં એક તેમજ તાલુકાના મણિયારી ગામમાં 5, ધીણોજ, રણાસર ગામમાં એક એક કેસ નોંધાયા છે.

આ ઉપરાંત રાધનપુરમાં હિરસાગરીની શેરીમાં 2, વોહરાવાસ, વિનાયક નગર ,પારકર સોસાયટીમાં એક એક કેસ નોંધાયો છે. તો શંખેશ્વર તાલુકાના કુવારદ અને ઓરૂમણા ગામમાં એક એક કેસ નોંધાયો છે. આ ઉપરાંત સરસ્વતી તાલુકાના કાતરા સમાલ ગામે એક કેસ નોંધાયો છે.

કોરોનાનો ચેપ શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરતા ગામડાના લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાધનપુરમાં પણ 5 કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે, અત્યાર સુધીમાં 809 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.