પાટણઃ હાહાકાર મચાવનાર કોરોના વાઇરસે લોકોને ઘરમાં રહેવા માટે મજબૂર કર્યા છે. ત્યારે લૉકડાઉને ભેટમાં આપેલાં સમયનો સદુપયોગ પણ થઈ શકે છે. પાટણ શહેરના અંબાજીનગર સોસાયટીમાં રહેતાં અનિલભાઈ સુથારે લોકડાઉનમાં મળેલા સમયનો એવો સદુપયોગ કર્યો છે. કોલેજકાળમાં ફ્રી હેન્ડ સ્કેચ બનાવવાનો શોખ રાખતા આ યુવાને અભ્યાસ બાદ બાપદાદાનો વારસાગત સુથારીકામનો ધંધો અપનાવી લેતા સ્કેચ બનાવવાનો આ શોખ સમયના અભાવે વિસરાઈ ગયો હતો. પરંતુ લોકડાઉનના કારણે ધંધો બંધ થતા દિવસરાત ઘરમાં જ પસાર કરવાનો વખત આવતાં સ્કેચ બનાવવાનો શોખ ફરી જાગી ઉઠ્યો તેમણે ફરી પેન્સિલ પકડી સ્કેચ બનાવવાનું શરૂ કર્યુ.
લોકડાઉનમાં પાટણના યુવાને હસ્તકલાના શોખને ફરી ઉજાગર કર્યો
કોરોના મહામારીના લોકડાઉનમાં સાવચેત લોકો પોતાના ઘરોમાં જ રહેવાનું યોગ્ય સમજી રહ્યાં છે. ત્યારે અમુક લોકો આ સમયનો સદુપયોગ પણ કરી રહ્યાં છે. પાટણમાં રહેતા હસ્તકલા કસબી અને ફ્રીહેન્ડ સ્કેચ બનાવવાનો શોખ ધરાવતાં યુવાને દેશના વડા પ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોના સ્કેચ બનાવી પોતાની કલાને નિખારવા સાથે લોકોને ઘરમાં રહેવાનો સંદેશ પણ આપ્યો છે.