ETV Bharat / state

પાટણના ચાણસ્મા તાલુકામાં 85 લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટ ફાળવવામાં આવ્યાં - Development Commissioner

રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા અને મકાન વિહોણા લોકોને પ્લોટ આપવાની યોજના અંતર્ગત પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના 85 જેટલા પરીવારોને વિનામૂલ્યે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. લેન્ડ કમિટિમાં મંજૂર કરવામાં આવેલા બ્રાહ્મણવાડા અને ગોરખવા સહિતના ગામોમાં આ પ્લોટ્સનું મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

85 beneficiaries were allotted plots
પાટણના ચાણસ્મા તાલુકામાં 85 લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટ ફાળવવામાં આવ્યા
author img

By

Published : Jul 14, 2020, 4:54 PM IST

પાટણઃ રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા અને મકાન વિહોણા લોકોને પ્લોટ આપવાની યોજના અંતર્ગત પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના 85 જેટલા પરીવારોને વિનામૂલ્યે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. લેન્ડ કમિટિમાં મંજૂર કરવામાં આવેલા બ્રાહ્મણવાડા અને ગોરખવા સહિતના ગામોમાં આ પ્લોટ્સનું મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

85 beneficiaries were allotted plots
પાટણના ચાણસ્મા તાલુકામાં 85 લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટ ફાળવવામાં આવ્યા

પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાયેલી લેન્ડ કમિટિની બેઠકમાં વિનામૂલ્યે પ્લોટ લેવા માટે આવેલી 155 અરજીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ્ય કક્ષાએ જરૂરી ચકાસણી બાદ લેન્ડ કમિટિ દ્વારા વિવિધ 11 ગામમાં 85 જેટલા અરજદાર પરિવારની અરજી મંજૂર કરી વિનામૂલ્યે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. વધુમાં બાકી રહેલી અરજીઓની ચકાસણી કરવા તેમજ પ્લોટ ફાળવણી માટે ખૂટતા ક્ષેત્રફળ સહિતની વહિવટી બાબતોનો સત્વરે નિકાલ કરવા સંલગ્ન અધિકારીઓને સુચના આપી હતી.

રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ તેમજ વિકાસ કમિશ્નરના પત્રની સુચના મુજબ પાત્રતા ધરાવતા જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ આપવાની યોજના હેઠળ લેન્ડ કમિટિની બેઠકમાં બ્રાહ્મણવાડામાં 14, પલાસરમાં 14, ફીંચાલમાં 10, મીઠા ધરવામાં 7, ભાટસરમાં 6, સેઢાલમાં 6, દાંતકરોડી 6, ગંગેટમાં 5, રામગઢ 5, દાણોદરડા 4, મણીયારી 3, સોજીત્રા 3, સરસાવ 2 તેમજ ગોરખવામાં 1 પ્લોટ મળી કુલ 85 પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.

પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરેએ બ્રાહ્મણવાડા, ગોરખવા, ભાટસર અને મણીયારી ગામની મુલાકાત લઈ સ્થળ નિરિક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારીએ ગામતળના ખુલ્લા પ્લોટ અને નકશા સહિતની વિગતો મેળવી હતી તેમજ સંલગ્ન અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. આવનારા દિવસોમાં વિનામૂલ્યે ફાળવવામાં આવનારા પ્લોટના લાભાર્થીઓને સનદ આપી પ્લોટનો કબજો સુપ્રત કરી દેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.