ETV Bharat / state

સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ પાટણમાં શહીદ પરિવારોનું કરાયું સન્માન, - સ્વાતંત્ર પર્વ

પાટણઃ સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ દેશની રક્ષા કાજે સરહદ પર શહીદ થયેલા વીર જવાનોની યાદમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરતો શોર્યસંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવ શહીદ પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતુ.

Independence day
author img

By

Published : Aug 16, 2019, 6:18 PM IST

પાટણ એ ઐતિહાસિક ધર્મનગરીની સાથોસાથ લોકોની સેવા માટે પણ હંમેશા અગ્રેસર હોય છે. ત્યારે સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ યુનિવર્સીટીના કન્વેનશન હોલ ખાતે સામાજિક કાર્યો કરતી પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2018-19માં ગુજરાત રાજ્યના વીર જવાનો કે જે સરહદ પર દેશની રક્ષા કાજે શહીદ થયા છે, તેમના પરિવારોનું સન્માન કરવા માટે શૌર્યસંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના નવ શહીદ પરિવારોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને રૂપિયા 51 હજારનો ચેક અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત લોકોએ શહીદો અમર રહો, વંદે માતરમના નારા લગાવ્યા હતા.

સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ પાટણમાં શહીદ પરિવારોનું કરાયું સન્માન,
શહીદ પરિવારોના સન્માન બાદ દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ પણ સ્થાનિક કલાકારો દ્વારા યોજાયો હતો. આ પ્રસંગે સ્વામી નિજાનંદ, મુખ્ય જિલ્લા ન્યાયાધીશ બી.એસ. ઉપાધ્યાય, જિલ્લા કલેકટર આનંદ પટેલ, સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Intro:(સ્ટોરી એપૃવ બાય એસઇમેટ ડેસ્ક)

પાટણ મા સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યા એ દેશ ની રક્ષા કાજે સરહદ પર શહીદ થયેલ વિરજવાનોની યાદ મા રાષ્ટ્રપ્રેમ ની ભાવના ઉજાગર કરતો શૌર્યસંધ્યા નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવ શહીદ પરિવારો નું સન્માન કરવામાં આવ્યુ હતુ.

Body:પાટણ એ ઐતિહાસિક,ધર્મનગરી ની સાથે સાથે લોકો ની સેવા માટે પણ હમેશા અગ્રેસર હોય છે. ત્યારે સ્વાતંત્ર પર્વ ની પૂર્વ સંધ્યા એ યુનિવર્સીટી ના કન્વેનશન હોલ ખાતે સામાજિક કર્યો કરતી પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2018-19 મા ગુજરાત રાજ્ય ના વીર જવાનો કે જે સરહદ પર દેશ ની રક્ષા કાજે શહીદ થયા છે તેઓ ના પરિવારો ને સન્માનવા માટે શૌર્યસંધ્યા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય ના નવ શહીદ પરિવારો ને મહાનુભાવો ના હસ્તે પ્રમાણ પત્ર અને રૂપિયા 51 હજાર નો ચેક અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.આ સમયે ઉપસ્થિત લોકો એ શહીદો અમર રહો વંદે માતરમ ના નારા લગાવ્યા હતા.

Conclusion:શહીદ પરિવારો ના સન્માન બાદ દેશ ભક્તિ ગીતો નો કાર્યક્રમ પણ સ્થાનિક કલાકારો દ્વારા યોજાયો હતો.આ પ્રસંગે સ્વામી નિજાનંદ,મુખ્ય જિલ્લા ન્યાયાધીશ બી.એસ. ઉપાધ્યાય, જિલ્લા કલેકટર આનંદ પટેલ, સહિત મોટી સંખ્યા મા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.