પાટણ: રંગોઉત્સવ હોળી ધુળેટી પર્વને લઇ શહેરની બજારોમાં ધીમે ધીમે રંગીન માહોલ જોવા મળી રહ્યો છે. શહેરની બજારોમાં ધાણી, ખજૂર, સિંગ ચણાની હાટડીઓ ઠેરઠેર ગોઠવાઈ છે. લોકો ઉત્સાહપૂર્વક ધાણી સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.
આ પણ વાંચો: દાદરા નગર હવેલીમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હોળી-ધુળેટી પર્વ
ચાલુ વર્ષે કોરોના હળવો થતા બજારોમાં ખરીદીનો માહોલ બરાબર જામી રહ્યો છે - હોળી ધૂળેટીના તહેવારમાં રંગોત્સવ સાથે સિંગ, ચણા, ધાણી અને ખજૂરનું પણ મહત્વ રહેલું છે આ તહેવાર નિમિત્તે લોકો વિવિધ કલર સાથે કફનાશક ધાણી(non Sneezing popping) અને ખજુરની પણ ખરીદી કરતા હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે બજારોમાં ખરીદીનો માહોલ ફિક્કો (Shopping environment fades)દેખાયો હતો. પરંતુ ચાલુ વર્ષે કોરોના હળવો થતા બજારોમાં ખરીદીનો માહોલ બરાબર જામી રહ્યો છે શહેરની બજારોમાં ઠેર ઠેર ધાણી ચણા અને ખજુરની હાટડીઓ ખુલી છે. ધાણીમાં ચાલુ વર્ષે કોઈ જ પ્રકારનો ભાવ વધારો થયો નથી પરંતુ સિંગમાં 20 ટકાનો તથા ખજૂરમાં 30 ટકાનો વધારો નોંધાયો છતાં પણ લોકો ઉત્સાહ સાથે ધાણી, ચણા, ખજૂર સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સારી ગરાગી હોવાનું ધાણીના હોલસેલ વેપારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ભાવનગરમાં બાળકોએ ધુળેટીનો આનંદ માણ્યો
ધાણીનો હોલસેલ વેપાર કરતા રમઝાનભાઈ એ જણાવ્યું હતું - હાલ બજારમાં મકાઈની ઈમ્પોર્ટેડ ધાણી 140 રૂપિયે અને બેંગ્લોરી 120 રૂપિયે વેચાય છે. જ્યારે જારની ઓરિસ્સાની ધાણી 80 રૂપિયે અને ટીનીબલ 120 રૂપિયાના ભાવે વેચાય છે. ચણા 120 થી 160 ભાવે વેચાણ થઈ રહ્યું છે. જ્યારે સિંગ 180 રૂપિયે અને ખજૂરનું 50 થી લઇને 150 ભાવે વેચાણ થઈ ગયું છે ચાલુ વર્ષે સિંગમા 20 ટકા અને ખજૂરમાં 30 ટકાનો ભાવ વધારો થયો છે.